ક્રિકેટર રોહિત શર્મા સહિત આ 5 ખેલાડીઓને મળશે ‘ખેલ રત્ન એવોર્ડ’

|

Sep 20, 2020 | 9:30 PM

રમત મંત્રાલયે ખેલ રત્ન મેળવનારી સાક્ષી મલિક અને મીરાબાઈ ચાનૂને અર્જૂન એવોર્ડ ના આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી આ વર્ષે આ એવોર્ડ મેળવનારા ખેલાડીઓની સંખ્યા 27 પર પહોંચી છે. રમત મંત્રાલયે દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર ખેલ રત્ન માટે જે 5 ખેલાડીઓના નામની ભલામણ કરવામાં આવી હતી, તેનો સ્વીકાર કરી લીધો છે. Cricketers Ishant Sharma and […]

ક્રિકેટર રોહિત શર્મા સહિત આ 5 ખેલાડીઓને મળશે ખેલ રત્ન એવોર્ડ

Follow us on

રમત મંત્રાલયે ખેલ રત્ન મેળવનારી સાક્ષી મલિક અને મીરાબાઈ ચાનૂને અર્જૂન એવોર્ડ ના આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી આ વર્ષે આ એવોર્ડ મેળવનારા ખેલાડીઓની સંખ્યા 27 પર પહોંચી છે. રમત મંત્રાલયે દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર ખેલ રત્ન માટે જે 5 ખેલાડીઓના નામની ભલામણ કરવામાં આવી હતી, તેનો સ્વીકાર કરી લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગયા અઠવાડિયે ન્યાયમૂર્તિ મુકુન્દકમ શર્માની આગેવાનીવાળી પસંદગી સમિતિએ અર્જૂન પુરસ્કાર માટે 29 ખેલાડીઓના નામ રમત મંત્રાલયની પાસે મોકલ્યા હતા. આ લિસ્ટમાં રિયો ઓલમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા પહેલવાન સાક્ષી મલિક અને 2017ની વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયન મીરાબાઈ ચાનુનું નામ પણ સામેલ હતું પણ આ બંનેને અર્જૂન પુરસ્કારથી સન્માનિત કરવાનો અંતિમ નિર્ણય રમત મંત્રી કિરણ રિજિજૂ પર છોડી દેવામાં આવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ બંને ખેલાડીઓને પહેલા જ દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર ખેલ રત્ન મળી ચૂક્યો હતો. આ બંનેના નામને લિસ્ટમાં સામેલ કરવાની આલોચના પણ થઈ હતી. આ વર્ષે ખેલ રત્ન મેળવનારા 5 ખેલાડીઓમાં સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા, પહેલવાન વિનેશ ફોગાટ, પેરાઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મરિયપ્પન થંગવેલુ, ટેબલટેનિસ ખેલાડી મનિકા બત્રા અને મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોરોના મહામારીના કારણે પ્રથમ વખત પુરસ્કાર વિતરણ સમારોહ 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસ પર વર્ચ્યુલ આયોજિત કરવામાં આવશે. પહેલા તેના માટે રાષ્ટ્રપતિભવનમાં પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવતું હતું.

Published On - 2:46 pm, Fri, 21 August 20

Next Article