Cricket: અક્ષર પટેલે, ઉઘોગપતિ આનંદ મહિન્દ્રાના ચશ્માના વખાણ કરતા, મળ્યો આવો જવાબ

|

Mar 24, 2021 | 1:17 PM

સોશિયલ મિડીયા પર અવાર નવાર ઉધોગપતિ આંનદ મહિન્દ્રા (Anand Mahindra) ટ્વીટર પર ચર્ચાઓમાં રહેતા હોય છે. તેમણે ભારતના સ્પિનર અક્ષર પટેલ (Akshar Patel) ના એક ટ્વીટ પર મજેદાર જવાબ પાઠવ્યો હતો.

Cricket: અક્ષર પટેલે, ઉઘોગપતિ આનંદ મહિન્દ્રાના ચશ્માના વખાણ કરતા, મળ્યો આવો જવાબ
Anand Mahindra

Follow us on

સોશિયલ મિડીયા પર અવાર નવાર જાણિતા ઉધોગપતિ આંનદ મહિન્દ્રા (Anand Mahindra) ટ્વીટર પર ચર્ચાઓમાં રહેતા હોય છે. તેમણે ભારતના સ્પિનર અક્ષર પટેલ (Akshar Patel) ના એક ટ્વીટ પર મજેદાર જવાબ પાઠવ્યો હતો. અક્ષર પટેલે આનંદ મહિન્દ્રાના ચશ્માના વખાણ કર્યા હતા. તો તેમણે કહ્યુ હતુ કે, દુર્ભાગ્યવશ તે પોતાનુ ટેલેન્ટ મને નહી આપે. અક્ષર પટેલ એ ઇંગ્લેંડ (England) સામેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણી દરમ્યાન બીજી ટેસ્ટ મેચમાં પોતાની ડેબ્યૂ કર્યુ હતુ. તેમણે સિરીઝમાં શાનદાર બોલીંગ કરતા 27 વિકેટ ઝડપી હતી.

આંનદ મહિન્દ્રાએ એક ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, મે મારો વાયદો પુરો કરી દીધો છે. તેમણે ‘અક્ષર શેડ્સ’ પહેરેલ પોતાની એક સેલ્ફી શેર કરી હતી, સાથે જ ‘અક્ષર શેડ્સ’ પર પોતાની વાતચીતના સ્ક્રિનશોટ પણ લીધા હતા. જેના બાદ અક્ષર પટેલે લખ્યુ હતુ કે, સર શેડ્સમાં આપ ખૂબ કૂલ લાગી રહ્યા છો. આમ સપોર્ટનો આપનો આભાર. તેના બાદ આનંદ મહિન્દ્રાએ તેમને ટેગ કરતા ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, દુર્ભાગ્યવશ તે મને મેજિકલ ટેલેન્ટ નહી આપે, જે તેમની પાસે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

https://twitter.com/anandmahindra/status/1373548447597428740?s=20

આમ તો આ વાતની શરુઆત ઇંગ્લેંડ સામે ચોથી ટેસ્ટ મેચ થી શરુ થઇ હતી. આંનદ મહિન્દ્રા એ ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેંડ પર ભારતની જીતનો જશ્ન મનાવ્યો હતો. એ દરમ્યાન અમદાવાદમાં તેમણે ઘોષણા કરી હતી કે, તેઓ અક્ષર પટેલના શૂઝને ખરીદશે. તેના બાદ તેઓએ ટ્વીટ કરીને બતાવ્યુ હતુ કે, તેમણે આખરે ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાનાર T20 સિરીઝની બીજી મેચ જોવા માટે ‘અક્ષર શેડ્સ’ ખરીદ કર્યા છે. જેના પર તેમણે જવાબ આપ્યો હતો કે, જો ભારત સિરીઝ જીતી જશે તો તે તેને પહેરશે, તેના બાદ તેમણે પોતાનો વાયદો પણ નિભાવ્યો હતો. લોકોને તેમનુ ટ્વીટ પણ ખૂબ પસંદ આવ્યુ હતુ.

Next Article