Cricket: ટીમ ઇન્ડીયાને રવિ શાસ્ત્રીએ ગણાવી બિન્દાસ્ત ટોળી, કહ્યુ મુશ્કેલ સમયમાં મેદાન મારી જાણે છે

|

May 14, 2021 | 5:00 PM

ટીમ ઇન્ડીયા (Team India) બિન્દાસ્ત ખેલાડીઓની પલટન છે. તેને મેદાન જીતવાનુ આવડે છે. મુશ્કેલીઓમાં પણ મેદાન મારી લેવાનુ જાણે છે. વિરાટ કોહલીની આગેવાનીમાં તેની જીતની ભૂખ પણ ખૂબ વધી ગઇ છે.

Cricket: ટીમ ઇન્ડીયાને રવિ શાસ્ત્રીએ ગણાવી બિન્દાસ્ત ટોળી, કહ્યુ મુશ્કેલ સમયમાં મેદાન મારી જાણે છે
Ravi Shastri-Team India

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) બિન્દાસ્ત ખેલાડીઓની પલટન છે. તેને મેદાન જીતવાનુ આવડે છે. મુશ્કેલીઓમાં પણ મેદાન મારી લેવાનુ જાણે છે. વિરાટ કોહલીની આગેવાનીમાં તેની જીતની ભૂખ પણ ખૂબ વધી ગઇ છે. તે ભૂખને મિટાવવાની ધખશ પણ જોવા મળે છે. આ ટીમમાં કંસિસ્ટેંસી પણ છે. આ ટીમની મહેનત અને મેદાન પર કરેલા કમાલની અસર આઇસીસી રેન્કીંગ (ICC Ranking) માં પણ જોવા મળી છે. જેના વાર્ષિક ચાર્ટમાં ટીમ ઇન્ડીયા નંબર વન છે.

ભારતીય ટીમ માટે આ પ્રથમ વખત નથી કે, આઇસીસી રેન્કીંગમાં વર્ષનો અંત નંબર વન કરી ને કર્યો હોય. જોકે સતત 5 મી વાર છે, જ્યારે તેણે આ કમાલ કરી દેખાડ્યો છે. ભારત ના ટેસ્ટમાં નબર વન બનવાનો સીલસીલો વર્ષ 2017 થી શરુ થયો હતો, હવે 2021 માં પણ આ જારી રહ્યુ છે. આ દરમ્યાન ટીમ ઇન્ડીયા દર વર્ષે ટેસ્ટ ટીમ તરીકે શ્રેષ્ઠ આંકવામાં આવી છે.

ટીમ ઇન્ડીયા બિન્દાસ્તોની ટોળી-શાસ્ત્રી
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ની આ સફળતાને કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ પણ સલામ કરી છે. ટીમ ઇન્ડીયાના હેડ કોચ એ તેને આકરી મહેનત અને મજબૂત ઇરાદાનુ પરિણામ દર્શાવ્યુ છએ. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, જેમાં તેમણે નંબર વનનો તાજ ભારતીય ખેલાડીઓએ કમાયેલુ ઇનામ ગણાવ્યુ છે. શાસ્ત્રીએ કહ્યુ કે, ટીમ ઇન્ડીયાએ મુશ્કેલ સ્થીતીમાં મેદાન માર્યુ છે. ક્રિકેટ ના નિયમ બદલવા પર પણ તેમણે રમતનો અંદાજ નથી બદલ્યો. ખરેખર જ આ બિન્દાસ્તોની ટોળકી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

https://twitter.com/RaviShastriOfc/status/1392895798774362113?s=20

હવે મિશન ઇંગ્લેંડ નો પડકાર
વિરાટ ટીમ સામે હવે આગળની મોટી ચેલેન્જ હવે મિશન ઇંગ્લેંડ છે. ઇંગ્લેંડ પ્રવાસ પર તેણે 18 જૂન થી ન્યૂઝીલેન્ડની સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ રમવાની છે. ભારત જો તેને જીતી લે છે તો, તે એ ખૂબ જ મોટી ઉપલબ્ધી હશે. તેના બાદ તેણે ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચોની ટેસ્ટ શ્રેણી પણ રમવાની છે. જેની શરુઆત 4 ઓગષ્ટ થી થશે.

 

Next Article