Breaking News: ઝિમ્બાબ્વેના દિગ્ગજે કાંગારૂઓને હંફાવ્યા, ઓસ્ટ્રેલિયા સામે ODI ક્રિકેટમાં રચ્યો ‘નવો ઇતિહાસ’

ઉંમર માત્ર એક આંકડો છે અને આ વાત ઝિમ્બાબ્વેના 41 વર્ષીય સ્ટાર બેટ્સમેને ફરી એકવાર સાબિત કરી બતાવી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચમાં શાનદાર અડધી સદી ફટકારીને તેણે એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે કે, જેને તોડવો કોઈ પણ ખેલાડી માટે આસાન નહીં હોય.

Breaking News: ઝિમ્બાબ્વેના દિગ્ગજે કાંગારૂઓને હંફાવ્યા, ઓસ્ટ્રેલિયા સામે ODI ક્રિકેટમાં રચ્યો નવો ઇતિહાસ
Image Credit source: Cricinfo
| Updated on: Sep 20, 2026 | 8:29 PM

ઉંમર માત્ર એક આંકડો છે (Age is just a number) અને ઝિમ્બાબ્વેના અનુભવી બેટ્સમેન ક્રેગ ઇરવિને આ વાત ફરી એકવાર સાબિત કરી બતાવી છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝની ત્રીજી મેચમાં ઇરવિને 41 વર્ષ અને 32 દિવસની ઉંમરે અડધી સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો.

આ સાથે જ તે કોઈ ફૂલ મેમ્બર ટીમ માટે મેન્સ ODI ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. તેણે 79 બોલનો સામનો કરતા 59 રનની ઇનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા.

ક્રેગ ઇરવિને હાસિલ કરી ઉપલબ્ધિ

ઇરવિને પોતાની ઇનિંગ દરમિયાન માત્ર ઝિમ્બાબ્વેની ઇનિંગને જ ન સંભાળી પરંતુ ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન પણ આપ્યું. ડાબોડી બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામે મહત્વપૂર્ણ ઇનિંગ રમતા 50નો આંકડો પાર કર્યો અને મોહમ્મદ નબીના રેકોર્ડને પાછળ છોડી દીધો.

આ પહેલા કોઈ ફૂલ મેમ્બર ટીમ માટે મેન્સ ODI ક્રિકેટમાં સૌથી વધુ ઉંમરે 50થી વધુનો સ્કોર કરવાનો રેકોર્ડ અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીના નામે હતો. નબીએ વર્ષ 2025માં બાંગ્લાદેશ સામે 40 વર્ષ અને 286 દિવસની ઉંમરે અડધી સદી ફટકારી હતી. હવે ઇરવિને 41 વર્ષ અને 32 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાસિલ કરીને નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.


મેન્સ ODI ક્રિકેટમાં ફૂલ મેમ્બર ટીમોના ખેલાડીઓની આ લિસ્ટની વાત કરીએ તો, ઇરવિન અને નબી પછી ત્રીજા સ્થાને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ-ઉલ-હક છે. તેણે વર્ષ 2015માં સાઉથ આફ્રિકા સામે 40 વર્ષ અને 283 દિવસની ઉંમરે 50+ સ્કોર બનાવ્યો હતો.

ઇંગ્લેન્ડના મહાન બેટ્સમેન જ્યોફ્રી બોયકોટે વર્ષ 1981માં ઓસ્ટ્રેલિયા સામે 40 વર્ષ અને 226 દિવસની ઉંમરે આ પરાક્રમ કર્યું હતું. બીજી તરફ, વેસ્ટઇન્ડીઝના દિગ્ગજ ક્લાઇવ લોયડે વર્ષ 1985માં શ્રીલંકા સામે 40 વર્ષ અને 155 દિવસની ઉંમરે અડધી સદી ફટકારી હતી.

પ્લેઇંગ ઇલેવનમાં 4 ખેલાડીઓ 40 વર્ષને પાર

રસપ્રદ વાત એ પણ છે કે, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં ઝિમ્બાબ્વેની પ્લેઇંગ ઇલેવનમાં 40 વર્ષથી વધુ ઉંમરના ચાર ખેલાડીઓ છે. આમાં ઇરવિન સિવાય ગ્રીમ ક્રેમર, સિકંદર રઝા અને બ્રેન્ડન ટેલરનો સમાવેશ થાય છે. ઝિમ્બાબ્વેની ઇનિંગની વાત કરીએ તો, પહેલા બેટિંગ કરતા ટીમે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 272 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ઝિમ્બાબ્વે તરફથી ક્રેગ ઇરવિન સિવાય ઇનોસન્ટ કાયા અને કેપ્ટન સિકંદર રઝાએ પણ શાનદાર અડધી સદીઓ ફટકારી હતી. કાયાએ 55 રનની ઇનિંગ રમી, જ્યારે કેપ્ટન 81 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. સ્પેન્સર જોહ્ન્સન અને એડમ ઝામ્પાએ 2-2 વિકેટ ઝડપી હતી.

આ 3 ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને એકલા હાથે હરાવવાની તાકાત રાખે છે, ત્રણેયના ફોર્મ જોઈ ભારતીય ટીમ ચિંતામાં

Follow Us
Loading...
Unable to load recommendations.