ZIM vs BAN: ગજબ ઘટના, નથી બેટ્સમેન કે ફિલ્ડર અડક્યા કે ના બોલ ટકરાયો છતાં ઉડી ગઇ ગિલ્લી, જુઓ વિડીયો

|

Jul 25, 2021 | 8:48 AM

ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ (Zimbabwe vs Bangladesh) વચ્ચેની મેચની, આ ઘટના જોઇને કોઇ ભૂતપ્રેત વાળી ઘટના સર્જાઇ હોય એમ લાગે. પરંતુ આખીય ઘટના કેમેરામાં કેદ થઇ અને તે વિડીયો હવે ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

ZIM vs BAN: ગજબ ઘટના, નથી બેટ્સમેન કે ફિલ્ડર અડક્યા કે ના બોલ ટકરાયો છતાં ઉડી ગઇ ગિલ્લી, જુઓ વિડીયો
bails-falls-zim-vs-ban

Follow us on

ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ (Zimbabwe vs Bangladesh) વચ્ચેની બીજી T20 મેચ દરમ્યાન મેદાન પર એક અજીબ ઘટના બની. મેચ દરમ્યાન બાંગ્લાદેશ ની બેટિંગ વખતે અચાનક સ્ટમ્પ હલી ઉઠ્યા હતા . સાથે જ સ્ટમ્પ પર મુકેલી ગિલ્લી નીચે પડી ગઈ હતી. આ દરમ્યાન ન તો બોલ સ્ટમ્પની નજીકથી પસાર થયો હતો કે, ના બેટસમેનના શરીરના કોઈ ભાગ અથવા બેટ તેને ટકરાયો હતો. સ્ટમ્પની નજીક પણ કોઈ જ નહોતું.

હરારે સ્પોર્ટસ ક્લબ (Harare Sports Club)મેદાનમાં રમાયેલી, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં, એક રમુજની રીતે, લોકો કહી રહ્યા છે કે, મેદાન પર એક ભૂત હતું અને તેણે સ્ટમ્પ્સની સાથે છેડખાની કરી હતી. આ ઘટના બાંગ્લાદેશની બેટિંગ ની 18 મી ઓવર દરમ્યાન બની હતી. જે સમયે તેંડાઇ ચટારા (Tendai Chatara) બોલિંગ કરી રહ્યો હતો, અને મોહમ્મદ સૈફુદ્દીન (Mohammad Saifuddin) સ્ટ્રાઇક પર હતો.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

બેટ્સમેન સૈફુદ્દીન ખુદ પણ આશ્વર્યમાં મુકાઇ ગયો હતો, આ ઘટના જોઇને. જોકે ઝડપી પવનને લઇને સ્ટંપ હલ્યા હતા અને બેલ્સ નિચે પડી હતી. જોકે આમ છતાં આ ઘટના આશ્વર્ય સર્જનારી હતી. કારણ કે મેદાનમાં એ સમયે વધારે ઝડપી પવન નહોતો ચાલી રહ્યો. બાંગ્લાદેશની ટીમ આ મેચમાં લક્ષ્યનો પીછો કરી રહી હતી. અંતિમ ત્રણ ઓવરમા તેમને જીત માટે 41 રન ની જરૂર હતી. તેમના હાથમાં ત્રણ વિકેટ હતી.

18મી ઓવર નાંખવા માટે ચટારા આવ્યો હતો. તેણે પ્રથમ બોલ વાઇડ કર્યો હતો. ત્યાર બાદના બોલ પર અફિક હુસેનને આઉટ આપવામાં આવ્યો હતો. આગળના ત્રણ બોલ પર ત્રણ રન બન્યા હતા. પાંચમાં બોલને નાખવા માટે તેમે દોડ લગાવી હતી. સ્ટ્રાઇક પર સૈફુદ્દીન હતો.

બોલ ફેંકવા પહેલા જ ઘટી હતી ઘટના

બોલરના હાથ થી બોલ છૂટવાના ઠીક પહેલા જ સ્ટ્રાઇક એન્ડના સ્ટમ્પસ હલ્યા હતા. જેની પર રહેલ એક બેલ્સ નિચે પડી હતી. આ દરમ્યાન બેટ્સમેન સ્ટમ્પથી ખૂબ દૂર હતો. જ્યારે બોલ તો ત્યાં સુધી પહોંચ્યો પણ નહોતો. ચટારાએ શોર્ટ બોલ નાંખ્યો હતો. જેની પર સેફુદ્દીનએ ડીપ મીડ વિકેટ તરફ શોટ લગાવ્યો હતો. શોટ લગાવ્યા બાદ તેણે જોયુ કે, બેલ્સ નીચે પડી ગઇ છે. તે એ જોઇને હેરાન રહી ગયો હતો. જોકે તેણે તેને મહત્વ આપવાને બદલે રન દોડવા પર ધ્યાન આપ્યુ હતુ. રિપ્લેમાં જોયુ કે, બેલ્સ પહેલા થી જ નિચે પડી ગઇ હતી. જેના થી બેટ્સમેનને કોઇ જ સંબંધ નહોતો.

જે મેચમાં બાંગ્લાદેશે 23 રન થી હારનો સામનો કરવો પડ્યો હતો. 166 રનનો પીછો કરતા, તેમની ટીમ 143 રન પર જ ઓલઆઉટ થઇ ચુકી હતી. આમ આ પ્રમાણે ત્રણ મેચોની સિરીઝમાં બંને ટીમો 1-1 થી બરાબર થઇ ગઇ હતી.

આ પણ વાંચોઃ Tokyo Olympics: ઘરેણાં વેચીને પુત્રી માટે ખરીદી હતી ખાસ ભેટ, મીરાબાઇએ માતાનું સપનું સાકાર કર્યુ

Published On - 8:05 am, Sun, 25 July 21

Next Article