
ભારતીય ક્રિકેટ ટીમના બે ફેમસ ખેલાડી યુઝવેન્દ્ર ચહલ અને શિખર ધવન હાલમાં ભલે ક્રિકેટના મેદાનથી દૂર છે, પણ સોશિયલ મીડિયા પર તેઓ સતત ચમકતા રહે છે. તાજેતરમાં જ તેમણે એક કોમેડી ઈન્સ્ટાગ્રામ રીલ શેર કરી છે, જેમાં બંને “બીજા લગ્ન” વિશે મજાક કરે છે, પણ તેની પાછળ તેમના જીવનના કડવા અનુભવો છુપાયેલા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ખૂબ વાયરલ થયો છે.
કોમેડી રીલમાં શિખર ધવન, જે પોતાની યુનિક સ્માઈલ માટે જાણીતો છે, તે ચહલને કહે છે, “દીકરા, હું તારા લગ્ન પણ કરાવીશ, પણ પહેલા મને લગ્ન કરવા દો.” ચહલ આશ્ચર્યથી પૂછે છે, “પાપા, તમે પરિણીત છો?” અને પછી કેમેરો ધવનની ગર્લફ્રેન્ડ તરફ ઝૂમ થાય છે. પછી ધવન કહે છે, “આ તારી ત્રીજી માતા છે.” ચહલ મજાકમાં માથા પર હાથ રાખીને કહે છે, “ત્રીજી મમ્મી?”
આ કોમેડી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો. ઘણા યૂઝર્સે કોમેડી કોમેન્ટ્સ કરીને બંનેની એક્ટિંગની પ્રશંસા કરી. રીલમાં અમરીશ પુરીના ફેમસ ડાયલોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને ચહલ અને ધવને કોમેડી અંદાજમાં રજૂ કર્યો છે.
હકીકતમાં, બંને ખેલાડીઓના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. શિખર ધવને 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2023માં તેમના છૂટાછેડા થયા હતા. તેમને એક પુત્ર ઝોરાવર છે. બીજી તરફ, યુઝવેન્દ્ર ચહલે 2020માં ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા, પણ આ લગ્ન માત્ર ચાર વર્ષ જ ચાલ્યા અને 2025ની શરૂઆતમાં તેમના છૂટાછેડા થયા.
ક્રિકેટના ગ્રાઉન્ડથી હાલમાં દૂર હોવા છતાં, બંને ખેલાડીઓ સોશિયલ મીડિયા પર પોતાની ક્રિએટિવિટી અને કોમેડી સાથે ચાહકોનું મનોરંજન કરવાનું ભૂલતા નથી. ચહલ અને ધવન જે રીતે તેમના અંગત દુઃખને પણ હાસ્યમાં પલટીને લોકોના ચહેરા પર સ્મિત લાવે છે, તે પ્રશંસનીય છે.
આ પણ વાંચો: ગૌતમ ગંભીરના પોતાના આલીશાન ઘરમાં ટીમ ઈન્ડિયાને અપાશે પાર્ટી, ઘરની કિંમત જાણી ચોંકી જશો
Published On - 10:34 pm, Tue, 7 October 25