ચહલે PayTm પર હરભજનને 4 રૂપિયા મોકલ્યા ! ક્રિસ ગેલે કહ્યું- ભાઈ, મને કઇ રીતે મળશે ?

હરભજન સોશિયલ મીડિયા પર હરી મજાક કરવા માટે જાણીતો છે. ત્યારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પહેલી વન-ડેના થોડા સમય પહેલા જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જે ઘણો વાયરલ થયો હતો.

ચહલે PayTm પર હરભજનને 4 રૂપિયા મોકલ્યા ! ક્રિસ ગેલે કહ્યું- ભાઈ, મને કઇ રીતે મળશે ?
Harbhajan Singh and Yuzvendra Chahal
| Edited By: | Updated on: Feb 06, 2022 | 7:23 PM

હરભજન સિંહએ (Harbhajan Singh) ક્રિકેટની દુનિયાને અલવિદા કહી દીધું છે. પણ તમામ ક્રિકેટ ચાહકોને ખ્યાલ છે કે હરભજન સિંહ ક્રિકેટના દિવસોથી હસી મજાક માટે જાણીતો છે. હાલ તે ક્રિકેટના મેદાન પર નથી પણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો સાથે હસી મજાક કરતો રહે છે. ત્યારે આજે સવારથી હરભજન સિંહ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેનું મુખ્ય કારણ યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) હરભજનને PayTm ના માધ્યમથી મોકલેલ 4 રૂપિયા છે.

ખરેખર વાત એવી છે કે ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પીટીએમના માધ્યમથી પુર્વ ક્રિકેટર હરભજન સિંહને 4 રૂપિયા મોકલ્યા હતા. આ જોઇને હરભજન સિંહ ઘણો હેરાન થઇ ગયો હતો. હરભજને આ અંગેનો સ્ક્રિનશોટ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો અને યુઝવેન્દ્ર ચહલને ટ્વિટર પર ટેગ કરીને પુછ્યું હતું કે, ‘ભાઈ તે 4 રૂપિયા કેમ મોકલ્યા.’

આ ટ્વિટ બાદ ચાહકોને પણ ઘણી મજા આવી હતી લોકોએ ઘણા મજેદાર જવાબો આપ્યા હતા. જોકે આ અંગે યુઝવેન્દ્ર ચહલે પણ મજેદાર રિપ્લાય આપ્યો હતો. ચહલે ટ્વિટર પર રિપ્લાય આપતા લખ્યું કે, ‘પાજી, પેટીએમ પર નવી ઓફર છે. 4 રૂપિયા મોકલો અને 100 રૂપિયા કેશબેક મેળવો.’ ચહલના આ રિપ્લાય બાદ સોશિયલ મીડિયામાં તેના મિમ પણ ઘણા વાયરલ થયા હતા.

ચહલનો હરભજન સિંહને રિપ્લાય સોશિયલ મીડિયામાં ઘણો વયારલ થયો હતો. તેને જોતા આ હસી-મજાકની સફરમાં વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ પણ જોડાઇ ગયો હતો અને ચહલના જવાબમાં કોમેન્ટ કરવાની પોતાની જાતને રોકી ન શક્યો હતો.

ક્રિસ ગેલે પણ યુઝવેન્દ્ર ચહલના ટ્વિટને ટેગ કરીને લખ્યું, ‘ભાઈ, મને કઇ રીતે પૈસા મળશે ? ગેલનો જવાબ જોઇને ક્રિકેટ ચાહકો ઘણા ખુશ થઇ ગયા અને તેના ટ્વિટ પર કોમેન્ટ કરવા લાગ્યા અને જોતજોતામાં આ સોશિલય મીડિયામાં વાયરલ થવા લાગ્યું છે.

 

આ પણ વાંચો : BCCI ભારતની દરેક મેચમાં Lata Mangeshkar માટે 2 VIP સીટો શા માટે રિઝર્વ રાખતું હતુ ?

આ પણ વાંચો : 1983ના ક્રિકેટ વિશ્વકપ વિજેતા ખેલાડીઓને ઈનામ મળે તે માટે લતાજીએ યોજ્યો હતો ખાસ કોન્સર્ટ, જાણો એ ઘટના વિશે