IPL ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે અધધ રકમ ચુકવવી પડશે, નવી ટીમ સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝીમાં સામેલ થશે

|

Jun 30, 2021 | 3:12 PM

IPL માં સામેલ થવા નવી ટીમોના માલિકોઓએ પોતાની ટીમને માટે રીતસરની ધનવર્ષા હરાજી દરમ્યાન કરવી પડશે. લાંબા અરસે IPL માં સ્થાન મેળવવાના મોકાને ઝડપવા ધનકુબેરો એ BCCI સમક્ષ ખજાના ખુલ્લા રાખવા પડશે.

IPL ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે અધધ રકમ ચુકવવી પડશે, નવી ટીમ સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝીમાં સામેલ થશે
IPL Trophy

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની શરુઆતે ક્રિકેટને એક નવી જ દીશા ચિંધી દીધી. અનેક યુવા ક્રિકેટરોને માટે લક્ષ્ય સાકાર કરવા માટે પ્લેટફોર્મ મળી ચુક્યુ છે. હાલમાં IPL માં 8 ટીમો રમી રહી છે, આવનારી સિઝન IPL 2022 માં 10 ટીમો મેદાને ઉતરશે. આ માટે BCCI એ ગત વર્ષથી જ તેની પર કાર્ય કરવાનુ શરુ કરી દીધુ હતુ. હવે આગળના તબક્કામાં નવી ટીમોને સમાવવા માટે હરાજી ની પ્રક્રિયા શરુ કરાશે. નવી ટીમ માટેની બેઝીક પ્રાઇઝ (Basic Price) સાંભળીને કદાચ અવાક રહી જવાશે.

નવી બંને ટીમો નુ સ્થાન ભરવા માટે ગુજરાત (Gujarat) અને અમદાવાદ (Ahmedabad) સહિત ની દેશભરમાંથી ટીમો ઉત્સુક છે. આ માટે ઉત્સુક ટીમો ફ્રેન્ચાઇઝી મેળવવા માટે ખૂબ કમર કસી રહી છે. જે માટે ઇચ્છુક ખરીદદારો કિંમતને લઇને ધ્યાન લગાવી રહ્યા છે. જોકે હાલમાં આઇપીએલ ની સૌથી મોંઘી ટીમોમાં ચેન્નાઇ સુપર કિંગ્સ, મુંબઇ ઇન્ડીયન્સ, કલકત્તા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સમાવેશ થાય છે.

મુંબઇ ઇન્ડીયન્સ ની કિંમત 2700 થી 2800 કરોડ અંદાજવામાં આવે છે. તો ચેન્નાઇ સુપર કિંગ્સની કિંમત 2200 થી 2300 કરોડ રુપિયા મનાય છે. મીડિયા રિપોર્ટનુસાર, 250 મિલિયન અમેરિકન ડોલર એટલે કે, 1800 કરોડ રુપિયા નવી ટીમની બેઝ પ્રાઇઝ હોઇ શકે છે. આમ આઇપીએલમાં એક મોટી હરાજી જોવા મળી શકે છે. બેઝ પ્રાઇઝ થી આગળ વધતી રકમ નવી ટીમને સીધી જ ટોપ 4 મોંઘી ટીમમાં સામેલ કરી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આમ નવી બંને ફ્રેંન્ચાઇઝી ખરીદનાર લાંબા સમયે ટીમ નુ સ્થાન ખરીદીનો મોકો જતો કરવા દેવાના મુડમાં નહી હોય. જેને લઇને અગ્રણી બિઝનેસ હાઉસ શક્ય છે કે, એડીચોટીનુ જોર હરાજી દરમ્યાન લગાવી દેશે. એક ટીમ અમદાવાદ-ગુજરાતની હોઇ શકે છે. આ માટે ગુજરાતના બિઝનેશ ગૃહ નુ નામ ચર્ચામાં છે. તેઓ ગુજરાત અને અમદાવાદના નામને લઇને ટીમને મેદાને ઉતારવા ઇચ્છુક છે.

UAE માં રમાનાર છે આગળની 31 મેચ

IPL 2021 ને કોરોના સંક્રમણે મુશ્કેલી સર્જતા અધવચ્ચે જ સ્થગીત કરી દેવી પડી હતી. હવે આગળની મેચોને UAE માં શિફ્ટ કરવામાં આવી છે. જ્યાં હવે આગમી સપ્ટેમ્બરમાં બાકી રહેલી 31 મેચોનુ આયોજન થશે. 2014 થી 8 ટીમો સાથે રમાઇ રહેલી આઇપીએલ ટૂર્નામેન્ટ હવે આગામી 2022 થી 10 ટીમો સાથે જોવા મળશે.

Next Article