ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન અને IPLમાં CSKના લીડર મહેન્દ્ર સિંહ ધોનીની ફેન ફોલોઈંગ માત્ર ચાહકોમાં જ નહીં પરંતુ ખેલાડીઓમાં પણ છે. IPLમાં જ્યારે પણ ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ સમાપ્ત થયા છે ત્યારબાદ અનેક યુવા ખેલાડીઓ ધોની સાથે વાતચીત કરતા જોવા મળે છે. યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) પણ આ યુવાઓમાંનો એક છે. તેણે પણ અનેક વાર મેચ બાદ ધોની સાથે વાતચીત કરી છે.
યશસ્વી જયસ્વાલ હાલ વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ માટેની ભારતીય ટીમમાં સામેલ છે. તેની સાથે ઋતુરાજ ગાયકવાડને પણ આ શ્રેણીમાં તક આપવામાં આવી છે. આ બંને યુવા ખેલાડીઓએ BCCI દ્વારા શરૂ કરવામાં આવેલ પોડકાસ્ટના પહેલા એપિસોડમાં ધોની અંગે વાતચીત કરી હતી. જેમાં યશસ્વી જયસ્વાલે ધોની સાથેની પહેલી મુલાકાત વખતની મોમેન્ટને શેર કરી હતી, જેનો વીડિયો BCCIએ ટ્વિટર પર શેર કર્યો હતો.
Memories ✨
S
DYashasvi Jaiswal & Ruturaj Gaikwad share their precious memories with @msdhoni during their conversation ahead of the first Test👌🏻👌🏻
Full Podcast 🎙️ Episode coming 🔜 on https://t.co/Z3MPyeL1t7 ⏳#TeamIndia | #WIvIND | @ybj_19 | @Ruutu1331 pic.twitter.com/cQ7RUGrgs4
— BCCI (@BCCI) July 11, 2023
યશસ્વીએ કહ્યું કે જ્યારે હું ધોની સરને પહેલીવાર મળ્યો ત્યારે હું સાવ ચૂપ થઈ ગયો હતો. મેં તેમને હેલો કહ્યું અને તે સમયે મારા શરીર પરના વાળ ઉભા થઈ ગયા. એમને જોવું અને મળવું મારા માટે એક સપનું હતું, અત્યારે પણ વાત કરતી વખતે મારી પાસે આ અનુભવ શેર કરવા શબ્દો ઓછા પડી રહ્યા છે. હું તેમની સાથે વધુ ને વધુ સમય વિતાવવા માંગુ છું જેથી મને તેમની પાસેથી વધુ શીખવા મળી શકે.
Happy birthday to The Man ,The Myth ,The Legend MSDhoni Bhaiya 🇮🇳💙 My Idol, The GOAT @msdhoni 🇮🇳 7️⃣💛 pic.twitter.com/IfgTvPYfYP
— Yashasvi Jaiswal (@ImJaiswal_19) July 6, 2023
IPLની 16મી સિઝન યશસ્વી જયસ્વાલની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ સિઝન રહી હતી. યશસ્વીએ 14 મેચમાં 48.08ની એવરેજથી કુલ 625 રન બનાવ્યા હતા જેમાં 1 સદી અને 5 અડધી સદી સામેલ છે. આ દમદાર પ્રદર્શન બાદ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ કમાલ કરી હતી, જેના પરિણામ સ્વરૂપ તેને હવે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.