આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી સીરિઝ કોઈપણ ખેલાડી માટે ખાસ હોય છે. ડેબ્યૂ પહેલા ખેલાડીના મનમાં અનેક પ્રકારના સવાલો હોય છે, સાથે જ સારું પ્રદર્શન કરવાનું દબાણ અને પહેલી જ મેચમાં નિષ્ફળતાનો ડર પણ હોય છે. આ કારણે ઘણી વખત ખેલાડી પોતાની પ્રથમ શ્રેણીમાં સારો દેખાવ કરી શકતો નથી. પરંતુ ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) પોતાની ડેબ્યૂ સિરીઝમાં તમામ પડકારોને પાર કરીને એવી શાનદાર બેટિંગ કરી કે બધાને તેનામાં ભવિષ્યના સુપર સ્ટાર બેટ્સમેનની ઝલક જોવા મળી.
યશસ્વીને ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર બે મેચની ટેસ્ટ શ્રેણીમાં તક આપી હતી અને આ બેટ્સમેને તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. યશસ્વી આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. તેણે બે મેચમાં 266 રન બનાવ્યા જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. આ શ્રેણી બાદ યશસ્વીએ સારા ભવિષ્યની આશા વ્યક્ત કરી છે.
યશસ્વીએ આ શ્રેણીની પ્રથમ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પહેલી મેચની સૌપ્રથમ ઇનિંગમાં જ 171 રન બનાવ્યા હતા અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. યશસ્વી ભારત માટે દેશની બહાર ડેબ્યૂ મેચમાં સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલામાં તેણે સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો હતો. ગાંગુલીએ વર્ષ 1996માં ઈંગ્લેન્ડમાં લોર્ડ્સના મેદાન પર રમાયેલી ડેબ્યૂ ટેસ્ટ મેચમાં 131 રન બનાવ્યા હતા. આ સિવાય યશસ્વી ડેબ્યુ મેચમાં સદી ફટકારનાર ભારતનો ત્રીજો ઓપનર પણ બન્યો હતો.
Leading run-getter (2⃣6⃣6⃣ runs) in the Test series 🔝
Leading wicket-taker (1⃣5⃣ wickets) in the Test series 🔝
Say hello to Yashasvi Jaiswal & R Ashwin👋#TeamIndia | #WIvIND pic.twitter.com/vCqYnbRk19
— BCCI (@BCCI) July 24, 2023
બીજી મેચમાં પણ બેટ્સમેને પોતાનું કૌશલ્ય બતાવ્યું અને પ્રથમ દાવમાં 57 રન બનાવ્યા હતા. યશસ્વીએ આ મેચની બીજી ઇનિંગમાં 38 રન બનાવ્યા હતા. તેની બેટિંગ જોઈને બધાએ તેના વખાણ કર્યા. યશસ્વીએ આ શ્રેણીમાં 88.66ની એવરેજથી સ્કોર કર્યો હતો.
ક્રિકેટમાં લેફ્ટ અને રાઇટનું કોમ્બિનેશન ખૂબ સારું માનવામાં આવે છે. દરેક ટીમ આ કોમ્બિનેશન ઇચ્છે છે. ભારત પાસે ટેસ્ટમાં આ કોમ્બિનેશન લાંબા સમયથી નથી. ટીમને ઘણા સમયથી ડાબા હાથના ઓપનરની તલાશ હતી અને આ સીરિઝ બાદ એવું લાગી રહ્યું છે કે ભારતીય ટીમને તે ઓપનર યશસ્વીના રૂપમાં મળી ગયો છે. પોતાની પ્રથમ શ્રેણીમાં યશસ્વીની બેટિંગથી ટીમની શોધ પૂરી થવાની આશા જાગી છે. વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ભારતને વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓપનરો મળ્યા છે જેમ યશસ્વી એક હોય શકે છે.
સુનીલ ગાવસ્કરે 1971માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 774 રન બનાવ્યા હતા. ડેબ્યૂ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ તેમના નામે જ છે. યશસ્વી અને ગાવસ્કરની સરખામણી બિલકુલ ન થઈ શકે, પરંતુ એવી અપેક્ષા રાખી શકાય કે જે રીતે ગાવસ્કરે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ડેબ્યૂ કરીને પોતાનું નામ બનાવ્યું હતું તે જ રીતે યશસ્વી પણ ભારતીય ક્રિકેટમાં સારું યોગદાન આપશે.