હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચે T20 સિરીઝ કોલાકાતામાં રમાઇ રહી છે. આ સિરીઝમાં હવે નિયમીત કેપ્ટનની ભૂમિકામાં રોહિત શર્મા જોવા મળી રહ્યો છે. કારણ કે આ પહેલાથી જ વિરાટ કોહલી (Virat Kohli) ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ છોડી ચુક્યો છે. જેને લઇ વ્હાઇટ બોલ ક્રિકેટમાં હવે રોહિત શર્મા નિયમીત કેપ્ટન નિયુક્ત છે. જોકે વિરાટ કોહલી પ્રત્યે દુનિયા ભરની મોટા ભાગની અલગ અલગ રમતના દિગ્ગજ ખેલાડીઓ પ્રેમ દર્શાવે છે. આમ વખતોવખત જોવા પણ મળ્યુ છે. WWE ના સુપર સ્ટાર ગણાતા જોન સીના (John Cena) પણ આવી જ રીતે વિરાટ કોહલી થી લઇને ભારતીય ક્રિકેટરો પ્રત્યે આકર્ષણ ધરાવે છે, જેમની તે અત્યાર સુધીમાં કેટલીકવાર તસ્વીરો પણ શેર કરી ચુક્યો છે.
જોન સીના આમ પણ સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ જોવા મળે છે. તે અવનવી પોસ્ટ શેર કરતો રહે છે. જોકે તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કોઇને પણ ફોલો કરતો નથી, પરંતુ તે પોતાને ગમતા સ્ટાર્સની પોસ્ટ જરુર શેર કરે છે. જોકે તેની પોસ્ટમાં કેટલીક વાર તમને રહસ્ય જોવા મળતુ હોય છે અને તે રહસ્યને ફેન્સ સ્વયં પોતાની રીતે જ શોધે એમ પણ જોન ઇચ્છતો હોય છે. તેણે અત્યાર સુધી અનેક ભારતીય સેલેબ્રિટીને લગતી પોસ્ટ શેર કરી છે. પરંતુ એવી 4 તસ્વીરો પણ જોઇએ જેમાં જોન સીનાએ ભારતીય ક્રિકેટરોના સંદર્ભમાં શેર કરી છે.
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પ્રથમ વાર તસ્વીર જોન સીનાએ 2016માં શેર કરી હતી. જ્યારે બીજી વાર તેણે 2019માં તસ્વીર શેર કરી હતી. જોકે આ તસ્વીર તેણે વિશ્વકપ 2019માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમિફાઇનલ મેચ પહેલા કરી હતી. જે તસ્વીર શેર કરવાનુ કારણ પણ એમ માનવામાં આવી રહ્યુ હતુ કે, કોહલીને તેણે શુભેચ્છાઓ પાઠવી છે. જોકે તે મેચ કમનસિબે ભારતના પક્ષમાં રહી નહોતી.
ગત વર્ષે પણ કોહલીની વધુ એક તસ્વીર શેર કરી હતી. જે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલના એકાદ સપ્તાહ પહેલા શેર કરી હતી. જે મેચ પણ ન્યુઝીલેન્ડ સામે ભારતે રમવાની હતી, જેમા પણ ભારતીય ટીમના પક્ષે એ મેચ નહોતી રહી.
સ્ટાર રેસલરે 2018માં ઇન્સ્ટાગ્રામ પર ક્રિકેટના સુપર સ્ટાર સચિન તેંડુલકરની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર 14 ઓગ્ષ્ટે શેર કરી હતી. જે તસ્વીર આમ તો હકીકતમાં 2013 ની હતી, કે જ્યારે તેમણે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. જોકે આ તસ્વીર જોન સીનાએ કેમ શેર કરી હતી એ જાણે કે રહસ્યમય ભરી વાત સમાન એ વેળા રહ્યુ હતુ. આ તસ્વીરમાં સચિનના હાથમાં તિરંગો છે અને જે તસ્વીર ભારતના સ્વતંત્રતા દિવસના એક દિવસ અગાઉ શેર કરી હતી.
જોન સિનાએ કપિલ દેવની તસ્વીર 2017માં શેર કરી હતી. જે તસ્વીરમાં કપિલ દેવની સાથે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન જોવા મળી રહ્યા છે. આ તસ્વીરમાં પણ રહસ્ય રહ્યુ હતુ. કારણ કે તેણે દર વખતની માફક કોઇ જ કેપ્શન લખી નહોતી. જોકે એમ માનવામાં આવે છે કે, ભારતીય ફેન્સને ખુશ કરવા માટે તેણે બંને મહાન વ્યક્તિઓની તસ્વીર શેર કરી હશે.
હાલમાં ભારતીય ટીમના મુખ્ય કોચ અને ક્રિકેટમાં દિવાલ તરીકે ઓળખ પામનારા દ્રવિડની તસ્વીર પણ જોન સીના શેર કરી ચુક્યો છે. જોકે તે તસ્વીરમાં પણ કેપ્શન નથી. જોકે આ તસ્વીર પાછળ ફેન્સ પણ એવા તર્ક લગાવી રહ્યા છે કે, જે પ્રમાણેના દ્રવિડના ગુણ રહ્યા છે અને તેનાથી પ્રેરણા માટે આ તસ્વીર શેર કરી હશે. કારણ કે તસ્વીરમાં રાહુલ ની સાથે પ્રેરણાદાયી સુત્ર લખેલુ જોવા મળે છે. જેમાં લખેલુ છે કે, તમે બદલો લેવા માટે નથી રમતા, તમે સન્માન અને ગર્વ લેવા માટે રમો છો. આ જોઇને સીના રાહુલ થી ખૂબ પ્રભાવિત છે.
Published On - 9:08 pm, Thu, 17 February 22