WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડની ટીમ સ્વદેશ પહોંચી, ‘ગદા’ બે સપ્તાહ ક્વોરન્ટાઇ હેઠળ રહેશે

|

Jun 27, 2021 | 3:51 PM

કોરોના વાયરસને લઇ વિશ્વભરના દેશો વિદેશી અવરજવર ને લઇ ખાસ પગલા ભરી રહ્યા છે. આવામાં ન્યુઝીલેન્ડની ટીમ પણ દેશમાં પહોંચી બે સપ્તાહ હોટલમાં ક્વોરન્ટાઇન હેઠળ રખાઇ છે. આમ સ્વદેશી ધરતી પર વિજયી જશ્ન મનાવવા બે સપ્તાહ રાહ જોવી પડશે.

WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડની ટીમ સ્વદેશ પહોંચી, ગદા બે સપ્તાહ ક્વોરન્ટાઇ હેઠળ રહેશે
World Test Championship Trophy

Follow us on

ભારત સામે શાનદાર રમત દર્શાવતા ન્યુઝીલેન્ડની ટીમ એ ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) નુ પ્રથમ ટાઇટલ જીત્યુ હતુ. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ (New Zealand) સામે 8 વિકેટ હારી ગઇ હતી. ભારતે ન્યુઝીલેન્ડ સામે 139 રનનુ આસાન લક્ષ્ય રાખ્યુ હતુ. કેપ્ટન કેન વિલિયમસન (Ken Williamson) અને રોઝ ટેલરે (Rose Taylor) અણનમ 96 રનની ભાગીદારી રમત રમીને ટીમને વિજયી બનાવી હતી. જીતની ટ્રોફી એટલે કે ગદા હવે ન્યુઝીલેન્ડ પહોંચી ચુકી છે. જ્યાં તે ટીમ સાથે બે સપ્તાહ ક્વોરન્ટાઇન હેઠળ રહેશે.

ન્યુઝીલેન્ડના ખેલાડીઓ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન સ્વરુપે સ્વદેશ પહોંચી ચુક્યા છે. જોકે કોરોનાને લઇને ન્યુઝીલેન્ડમાં ગાઇડલાઇન્સને અનુસરવુ ફરજીયાત છે. જે મુજબ ખેલાડીઓ એરપોર્ટ થી સીધા જ હોટલમાં પહોંચ્યા છે. જ્યાં તેઓ 14 દિવસ માટે ક્વોરન્ટાઇન હેઠળ રહેશે. તેમની સાથે વિજયી ગદા પણ તેમની સાથે બે સપ્તાહ હોટલમાં ક્વોરન્ટાઇન હેઠળ રહેશે. કોરોના નિયમોને લઇને ખેલાડીઓ એરપોર્ટ થી ઉતરીને કોઇને પણ મળી શક્યા નહોતા. એરપોર્ટ સ્ટાફ પણ ફોટો પડાવવા માટે ઇચ્છી રહ્યો હતો.

મીડિયા રિપોર્ટમુજબ, ઝડપી બોલર નીલ વેગનરે કહ્યુ હતુ, શારીરીક અંતરનુ પાલન કરવુ જરુરી છે. જેથી અમે કોઇથી હાથ નહોતા મિલાવી શક્યા. અમારી પાસે ગદા હતી અને સૌ લોકો ફોટો લેવા માટે ઇચ્છતા હતા. જોકે દુર થી જ તેઓએ તેમને શુભેચ્છા આપી હતી, જે અમારા સૌ માટે મહત્વનુ હતુ. તે ખૂબ જ સુખદ હતુ અને લોકો પૂછી રહ્યા હતા ગદા ક્યાં છે. પોલીસ અધિકારી પણ રોકીને દૂર થી તસ્વીર લેવા ઇચ્છતા હતા. સૌના ચહેરા પર ખુશી જોવી સારુ લાગતુ હતુ.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

વેગનરે કહ્યુ હતુ, ગદાને બીજે વાટલીંગના રુમમાં રાખવામાં આવી છે. જેણે ફાઇનલ મેચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લઇ લીધો હતો. અમે ગદાને ફ્લાઇટમાં જારી કરી હતી. પુરી રાત અમે જશ્ન દરમ્યાન સૌ સભ્યની પાસે એક પછી એક ગદા આવી હતી. આ દરમ્યાન ફ્લાઇટમાં જ રોઝ ટેલરે મને આ ગદા વાટલીંગને આપવા માટે કહ્યુ હતુ. તેણે કહ્યુ કે વાટલીંગ બે સપ્તાહ ક્વોરન્ટાઇન દરમ્યાન તેની પાસે ગદા રાખશે.

Next Article