WTC Final: પ્રથમ દિવસની રમતને વરસાદે ધોઇ નાંખી, આવતીકાલે મેચ શરુ થવાની આશા

|

Jun 18, 2021 | 8:47 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની, આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ આજથી શરુ થનાર હતી. પરંતુ સાઉથમ્પ્ટનના હવામાને (Southampton Weather) ક્રિકેટ ચાહકોની મજા બગાડી દીધી છે.

WTC Final: પ્રથમ દિવસની રમતને વરસાદે ધોઇ નાંખી, આવતીકાલે મેચ શરુ થવાની આશા
Southampton Weather

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની, આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ આજથી શરુ થનાર હતી. પરંતુ સાઉથમ્પ્ટનના હવામાને (Southampton Weather) ક્રિકેટ ચાહકોની મજા બગાડી દીધી છે. ક્રિકેટ ફેન્સ લાંબા સમયથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલને જોવા માટે રાહ જોઇ રહ્યા હતા. પરંતુ વરસાદને લઇને પ્રથમ દિવસની રમત રદ કરવી પડી હતી.

ફાઇનલ મેચ માટે ટોસ ઉછળવાના પહેલા જ વરસાદને લઇ પ્રથમ સત્ર ધોવાઇ ગયું હતું. પરંતુ ત્યારબાદ બીજા સત્ર દરમ્યાન, વરસાદથી પ્રભાવિત મેદાનમાં સુધાર થયો નહોતો. જેને લઇને કારણે અમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ બાદ પ્રથમ દિવસને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો.આમ હવે મેચ રિઝર્વ ડે સુધી લંબાઇ જશે. ICC અને બંને ટીમો તેમજ ફેન્સને આવતીકાલે શનિવારે મેચ શરુ થવાની આશા રહેશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મેચ શરુ થવાના એક દિવસ પહેલા, એટલે કે ગુરવારે પણ વરસાદ સાઉથમ્પ્ટનમાં વરસ્યો હતો. આમ સળંગ બીજા દીવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શુક્રવારે મેચના પ્રથમ દિવસે એકપણ સેશનની રમત રમાઇ નહોતી. પ્રથમ દિવસની રમત રદ કરી દેવાને લઇને BCCI એ ટ્વીટર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.

BCCI એ વરસાદને લઇને જાણકારી સવારે શેર કરી હતી. મેચના પહેલા લગભગ એક કલાક પહેલા જ અધિકારીઓએ છત્રી લઇને મેદાનનુ નિરિક્ષણ કર્યુ હતુ. જોકે એ દરમ્યાન પણ વરસાદી છાંટા વરસી રહ્યા હતા.

અગાઉ  ICC એ અનિર્ણીત મેચની સ્પષ્ટતા કરી હતી

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વરસાદના અવરોધને ધ્યાને રાખીને રીઝર્વ ડે નક્કિ કરવામાં આવ્યો હતો. સાથે જ મેચના દિવસો આવી સ્થિતીમાં વીતી જાય અને મેચ અનિર્ણીત રહેવાને લઇને પણ ICC એ અગાઉથી નિર્ણય કર્યો હતો. ICC એ અગાઉથી સ્પષ્ટતા કરી હતી કે, બંને ભારત અને ન્યુઝીલેન્ડ બંનેને સંયુક્ત ચેમ્પિયન માનવામાં આવશે. જોકે દુનિયાભરના ક્રિકેટ ફેન્સ આશા કરી રહ્યા છે કે, પ્રતિષ્ઠીત મેચનું પરિણામ બેટ અને બોલના જંગથી સામે આવે.

Published On - 8:47 pm, Fri, 18 June 21

Next Article