WTC Final : ઓવલના મેદાનમાં ઉતરતા જ રોહિત શર્મા-પેટ કમિન્સ મોટી સિદ્ધિ હાસિલ કરશે

|

Jun 04, 2023 | 2:41 PM

ઈંગ્લેન્ડના ઓવલ ખાતે 7 જૂને જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાના કપ્તાનો મેદાનમાં ઉતરશે ત્યારે બંને ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં મોટી સિદ્ધિ હાસિલ કરશે. રોહિત અને કમિન્સ બંનેની ટેસ્ટ કારકિર્દીની આ 50મી ટેસ્ટ હશે.

WTC Final : ઓવલના મેદાનમાં ઉતરતા જ રોહિત શર્મા-પેટ કમિન્સ મોટી સિદ્ધિ હાસિલ કરશે
Rohit-Cummins's 50th test

Follow us on

એવું ભાગ્યે જ બને છે જ્યારે બંને ટીમના કેપ્ટન એક જ મેચમાં પોતાના નામે કોઈ મોટી સિદ્ધિ હાસિલ કરે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ કંઈક આવું જ જોવા મળશે. રોહિત શર્મા અને પેટ કમિન્સ મેદાનમાં ઉતરતાની સાથે જ તેમના નામે મોટી સિદ્ધિ નોંધાઈ જશે. બંને કેપ્ટન એક જ રેકોર્ડ બનાવતા જોવા મળશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ ખાતે 7 જૂનથી 11 જૂન દરમિયાન રમશે. આ મેચ માટે 12 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. WTCની બીજી સિઝનમાં ભારત સતત બીજી વાર ફાઈનલમાં પ્રવેશ્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયા પહેલીવાર ફાઈનલમાં રમશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Rohit Sharma and Pat Cummins

WTC ફાઇનલ રોહિત-કમિન્સની 50મી ટેસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયાના કપ્તાનો માટે WTC ફાઇનલ ખાસ રહેશે. રોહિત શર્મા અને પેટ કમિન્સ બંને ICCની આ મેગા ઈવેન્ટમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની 50મી ટેસ્ટ મેચ રમશે. અત્યાર સુધી રમાયેલી 49 ટેસ્ટમાં પેટ કમિન્સે 217 વિકેટ લેવા ઉપરાંત 924 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્માએ 49 ટેસ્ટમાં 3379 રન બનાવ્યા છે અને 2 વિકેટ લીધી છે. આ 49 ટેસ્ટમાં રોહિતના નામે 1 બેવડી સદી, 9 સદી અને 14 અડધી સદી સામેલ છે.

આ પણ વાંચોઃ Cricket Records : WTC Finalમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાની નજર પોતાના જ કોચનો રેકોર્ડ તોડવા પર

રોહિત vs કમિન્સ: ટેસ્ટ કેપ્ટનશિપના આંકડા

WTCની ફાઈનલ બંને કપ્તાનોની 50મી ટેસ્ટ છે. કમિન્સ પાસે રોહિત કરતાં ડબલ કરતાં વધુ મેચોમાં કેપ્ટનશિપનો અનુભવ છે. રોહિતે અત્યાર સુધી 6 ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું છે, જેમાં તેણે 4માં જીત, 1માં હાર અને 1 ડ્રો રમી છે. બીજી તરફ, પેટ કમિન્સે અત્યાર સુધીમાં 15 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરી છે, જેમાં તેણે 8માં જીત, 3માં હાર અને 4 ડ્રો રમી છે.

50મી ટેસ્ટમાં જે જીતશે તે ચેમ્પિયન

WTCની ફાઈનલ ઓવલના મેદાન પર છે. ઈંગ્લેન્ડના આ મેદાન પર ઓસ્ટ્રેલિયાના વર્તમાન પેસ આક્રમણમાં કમિન્સ સૌથી સફળ બોલર છે, તેણે આ મેદાન પર 6 વિકેટ ઝડપી છે. આ સાથે જ રોહિત શર્માએ પણ આ મેદાન પર વિદેશમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. એટલે કે આ મેદાન પર બંને કેપ્ટનનો રેકોર્ડ સારો છે. હવે જોવાનું એ રહે છે કે 50મી ટેસ્ટ મેચમાં કોનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article