છેલ્લા 10 વર્ષમાં 9 ICC ટુર્નામેન્ટમાં હારી ભારતીય ટીમ, દશેરાના દિવસે જ કેમ નથી દોડતો ઘોડો ?

|

Jun 11, 2023 | 7:46 PM

Team India : ઓવલમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં (WTC Final 2023) ઓસ્ટ્રેલિયન ટીમે 209 રનથી જીત મેળવી છે. આ હાર સાથે જ ભારતીય ક્રિકેટ ટીમની 10 વર્ષ બાદ આઈસીસીની ટ્રોફી જીતવાનું સપનું ફરી તૂટી ગયું છે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમ 9 જેટલી આઈસીસી ટુર્નામેન્ટ હારી છે.

છેલ્લા 10 વર્ષમાં 9 ICC ટુર્નામેન્ટમાં હારી ભારતીય ટીમ, દશેરાના દિવસે જ કેમ નથી દોડતો ઘોડો ?
WTC Final 2023 Result

Follow us on

London : આજે 11 જૂનના રોજ ભારતીય ક્રિકેટ ટીમ વધુ એક આઈસીસી ટુર્નામેન્ટ હારી છે. ઓવલમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં (WTC Final 2023) ઓસ્ટ્રેલિયન ટીમે 209 રનથી જીત મેળવી છે. આ હાર સાથે જ ભારતીય ક્રિકેટ ટીમની 10 વર્ષ બાદ આઈસીસીની ટ્રોફી જીતવાનું સપનું ફરી તૂટી ગયું છે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમ 9 જેટલી આઈસીસી ટુર્નામેન્ટ હારી છે.

આજની ફાઈનલ મેચમાં જીત મેળવીને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ નવમી વાર આઈસીસી ટૂર્નામેન્ટ જીતી છે. આ સાથે જ આ ટીમ આઈસીસીની 4 અલગ અલગ ટુર્નામેન્ટ જીતનારી પહેલી ટીમ બની છે. આ ટીમે વનડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, ટી20 વર્લ્ડ કપ અને ટેસ્ટ ચેમ્પિયન્સશિપનો ખિતાબ પોતાને નામે કર્યો છે.

આ પણ વાંચો : Breaking News : ફરી WTC Finalમાં હારી ભારતીય ટીમ, ઓસ્ટ્રેલિયન ટીમ બની ટેસ્ટ ચેમ્પિયન

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

દશેરાના દિવસે જ કેમ નથી દોડતો ઘોડો ?

ટુર્નામેન્ટ

 પરિણામ
વર્ષ 2014માં ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં હાર
વર્ષ 2015માં વનડે વર્લ્ડ કપ  સેમીફાઈનલમાં હાર
વર્ષ 2016માં ટી20 વર્લ્ડ કપ  સેમીફાઈનલમાં હાર
વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં હાર
વર્ષ 2019માં વનડે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં હાર
વર્ષ 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હાર
વર્ષ 2021માં ટી20 વર્લ્ડ કપ સુપર-12માંથી બહાર
વર્ષ 2022માં ટી20 વર્લ્ડ કપ  સેમીફાઈનલમાં હાર
વર્ષ 2022માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હાર

વર્ષ 2013માં કેપ્ટન ધોનીના નેતૃત્વમાં ઈંગ્લેન્ડમાં જ ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે વર્ષ 2007માં ટી20 વર્લ્ડ કપ અને વર્ષ 2011માં વનડે વર્લ્ડ કપ પોતાને નામે કર્યો હતો. જ્યારે વર્ષ 1983માં કપિલ દેવના નેતૃત્વમાં પહેલી આઈસીસી ટ્રોફી જીતી હતી. વર્ષ 2002માં શ્રીલંકા અને ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં સંયુક્ત વિજેતા જાહેર થયા હતા.

આ પણ વાંચો : Breaking News : ભારતીય ટીમે જીત્યો Asia Cup 2023, ચાર વખતની ચેમ્પિયન ટીમને ફાઈનલમાં હરાવી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં શું થયું ?

7 જૂનના રોજ ભારતીય કેપ્ટન રોહિત શર્મા એ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 469 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. તેના જવાબમાં ભારતીય ટીમ 296 રન પર ઓલઆઉટ થઈ હતી. તે સમયે ઓસ્ટ્રેલિયન ટીમ પાસે 173 રનની લીડ હતી. બીજી ઈનિંગમાં 270 રન બનાવીને ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતીય ટીમને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે ભારતીય ટીમ આ વિશાળ રનને ચેઝ કરીને ઈતિહાસ રચવામાં નિષ્ફળ રહી હતી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 234 રન પર ઓલઆઉટ થયા ઓસ્ટ્રેલિયાની ટીમે 209 રનથી જીત મેળવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:43 pm, Sun, 11 June 23

Next Article