WTC Final: ટીમ ઈન્ડિયાએ IPL દરમિયાન જ શરુ કરી હતી ‘ફાઈનલ’ ની તૈયારી, અક્ષર પટેલે ખોલ્યો રાઝ

|

Jun 02, 2023 | 9:08 AM

Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમ બીજી વાર ICC WTC Final માં પહોંચ્યુ છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ વર્તમાનમાં ફોર્મમાં ચાલી રહ્યા છે, આવી સ્થિતીમાં ટીમ ટ્રોફી સાથે પરત ફરવાનો ઈરાદો મજબૂત છે.

WTC Final:  ટીમ ઈન્ડિયાએ IPL દરમિયાન જ શરુ કરી હતી ફાઈનલ ની તૈયારી, અક્ષર પટેલે ખોલ્યો રાઝ
Axar Patel એ બતાવ્યુ કે IPL દરમિયાન શરુ કરી હતી તૈયારી

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ સતત બીજી વાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમ અગાઉ WTC Final માં ન્યુઝીલેન્ડ સામે હારી હતી. આ વખતે ફરી ભારતીય ટીમને મોકો મળ્યો છે અને જેમાં ટ્રોફી પોતાના હાથમાં જોવાની આશા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ હાલમાં ફોર્મમાં ચાલી રહ્યા છે, જેને લઈ ટીમ ઈન્ડિયાના ઈરાદા મજબૂત છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે ફાઈનલ માટેની તૈયારીઓને લઈ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યુ હતુ કે, IPL 2023 દરમિયાન જ ફાઈનલને લઈ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી.

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ IPL ની જુદી જુદી ટીમમાંથી રમીને એકબીજા સામે ઉતરી રહ્યા હતા. પરંતુ સૌની નજર ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર પણ હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આઈપીએલની સિઝન દરમિયાન જ તૈયારીઓ શરુ કરી દીધી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે લીગની શરુઆત પહેલાથી જ ટેસ્ટ સ્ક્વોડના ખેલાડીઓના સંદર્ભમાં આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓને નિર્દેશ આપ્યા હતા. ખેલાડીઓના વર્કલોડને લઈ BCCI એ ફ્રેન્ચાઝીઓને ખેલાડીઓને આરામનુ ધ્યાન રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે ખેલાડીઓને આરામ કરતા ઓછા જોવા મળ્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચોઃ  Cricket Calendar: IPL 2023 સમાપ્ત, હવે કોણ, ક્યાં અને ક્યારે રમશે મેચ, જાણો પુરુ ક્રિકેટ કેલેન્ડર

અક્ષર પટેલનો ખુલાસો

ICC ને એક ઈન્ટરવ્યૂ અક્ષર પટેલે આપ્યુ હતુ. તેણે જેમાં ખુલાસો કર્યો હતો કે, ભારતીય ટીમના ખેલાડીઓએ આઈપીએલ દરમિયાન પ્રેક્ટિશ ફાઈનલ માટે શરુ કરી દીધી હતી. પટેલે બતાવ્યુ હતુ કે, ભારતીય ખેલાડીઓ આઈપીએલ દરમિયાન રેડ બોલથી અભ્યાસ કરતા હતા. આઈપીએલ દરમિયાન જ એ નિર્ણય કરવામાં આવ્યો હતો કે, રેડ બોલથી બોલિંગ કરવામાં આવે છે. જે ખેલાડીઓ આઈપીએલની પ્લેઓફમાં નહોતા રમી રહ્યા તેમના માટે પૂરો સમય તૈયારી કરવા માટે મળ્યો હતો.

 

 

કયા બોલથી અભ્યાસ કર્યો હતો એ પણ અક્ષર પટેલે બતાવ્યુ હતુ. WTC Final માં ડ્યૂક બોલ (Duke Ball) નો ઉપયોગ રમત માટે થનારો છે. તેણે કહ્યુ હતુ કે, આઈપીએલ દરમિયાન ડ્યૂક બોલથી જ અભ્યાસ તે કરી રહ્યા હતા. સિઝનમાં જ ડ્યૂક બોલનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. ભારતીય બોલરોએ તેનાથી અભ્યાસ કર્યો અને તે હવે આ બોલના ઉપયોગથી ટેવાઈ ચૂક્યા છે.

 

 

અક્ષરે કહ્યું કે, તે આઈપીએલથી ડ્યુક બોલની પ્રેક્ટિસ કરી રહ્યો છે પરંતુ મેચ ઈંગ્લેન્ડમાં છે અને આવી સ્થિતિમાં અહીં કઈ લાઈન-લેન્થથી બોલિંગ કરવી તે સમજવું પણ ખૂબ જરૂરી છે. તેણે કહ્યું કે ટીમે પણ આ અંગે આયોજન કર્યું છે અને તે આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

 

આ પણ વાંચોઃ  MS Dhoni Surgery: ધોનીની હોસ્પિટલથી અપાઈ રજા, જાણો ક્યાં સુધીમાં થશે ફિટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:34 am, Fri, 2 June 23

Next Article