WT20 Challenge 2022: વેલોસિટીએ રોમાંચક મેચમાં સુપરનોવાજને 7 વિકેટે હરાવ્યું, શેફાલી-લાઉરાનું શાનદાર પ્રદર્શન

|

May 24, 2022 | 10:04 PM

WT20 Challenge 2022: મહિલાઓની T20 ચેલેન્જ 2022ની બીજી મેચમાં વેલોસિટીએ સુપરનોવાસને 7 વિકેટે હરાવ્યું. વેલોસિટી માટે શેફાલી વર્માએ શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી.

WT20 Challenge 2022: વેલોસિટીએ રોમાંચક મેચમાં સુપરનોવાજને 7 વિકેટે હરાવ્યું, શેફાલી-લાઉરાનું શાનદાર પ્રદર્શન
Velocity Team (PC: IPLt20.com)

Follow us on

મહિલા ટી20 ચેલેન્જ 2022ની બીજી મેચમાં વેલોસિટી (Velocity)એ સુપરનોવાસ (Supernovas)ને 7 વિકેટે હરાવ્યું. વેલોસિટી માટે શેફાલી વર્મા (Shefali Verma)એ શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી હતી. તેણે 33 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. જ્યારે લૌરા વોલ્વાર્ડે 35 બોલમાં 51 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં કેટ ક્રોસે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. સુકાની દીપ્તિ શર્માને પણ સફળતા મળી હતી.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સુપરનોવાસ (Supernovas) ટીમે 151 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં વેલોસિટીએ 18.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ટીમ માટે શેફાલી વર્મા અને નટ્ટકન ચંથમ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ચેન્થમ માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શેફાલીએ શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 33 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. લૌરાએ 35 બોલનો સામનો કરતી વખતે 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા. દીપ્તિએ 24 રનનું યોગદાન આપ્યું હતું. આ રીતે ટીમે 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પહેલા સુપરનોવાસ ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. સુપરનોવા માટે સુકાની હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur) તોફાની ઈનિંગ રમી હતી. તેણે 51 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તાન્યા ભાટિયાએ 36 રનની ઈનિંગ રમી હતી. સુને લૂસે અંતમાં 20 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેની ઈનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા.

 

 

 

વેલોસિટી માટે સુકાની દીપ્તિએ સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી હતી. જ્યારે કેટ ક્રોસે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સ્નેહ રાણાએ 4 ઓવરમાં 25 રન આપ્યા હતા. રાધા યાદવે 3 ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી.

Next Article