
મહિલા પ્રીમિયર લીગ (WPL) ની નવી સિઝનની તૈયારીઓ મેગા ઓક્શનથી શરૂ થઈ હતી. નવી દિલ્હીમાં વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરોને મેળવવા માટે પાંચ WPL ફ્રેન્ચાઇઝીઓએ સ્પર્ધા કરી હતી. હરાજીમાં કુલ 276 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ વખતે ઘણા મોટા નામો હરાજીમાં સામેલ થયા હતા, જેમાં ભારતની વર્લ્ડ કપ વિજેતા સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માનો પણ સમાવેશ થાય છે, જે આ સિઝનમાં સૌથી મોંઘી ખેલાડી બની હતી.
આયુષી સોની હરાજી હેઠળ આવનારી છેલ્લી ખેલાડી હતી. તેણી ₹30 લાખના બેઝ પ્રાઈઝ પર ગુજરાતની ટીમમાં સામેલ થઇ.
મુંબઈએ સૈકા ઇશાકને 30 લાખમાં ખરીદી, ગોંગડી ત્રિશાને યુપી દ્વારા ₹10 લાખમાં ખરીદવામાં આવી છે.
પ્રત્યુષા કુમાર ₹10 લાખમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાઈ. આ દરમિયાન, મુંબઈ ઇન્ડિયન્સે મિલી ઇલિંગવર્થને પણ ₹10 લાખમાં ખરીદી છે.
ડેની વ્યાટને પણ ખરીદદાર મળ્યો, ગુજરાતે 50 લાખ રૂપિયામાં ખરીદી
ઉત્તર પ્રદેશની ટીમે પ્રતિકા રાવલ માટે 50 લાખ રૂપિયાની બોલી લગાવી છે. આ દરમિયાન, રાજેશ્વરી ગાયકવાડ ગુજરાતની ટીમમાં 40 લાખ રૂપિયામાં જોડાઈ છે.
સિમરન શેખને યુપી વોરિયર્સે ₹10 લાખમાં ખરીદી. પૂનમ ખેમનાર પણ ₹10 લાખમાં મુંબઈ ટીમમાં જોડાઈ.
ગુજરાતે કિમ ગાર્થ અને યાસ્તિકા ભાટિયાને ₹50 લાખમાં ખરીદી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી ગ્રેસ હેરિસને ₹75 લાખમાં ખરીદી છે.
મુંબઈ ઇન્ડિયન્સે નિકોલા કેરીને તેમની ટીમમાં સામેલ કરી છે. તેમણે આ ખેલાડી માટે 30 લાખ બોલી લગાવી હતી. આ દરમિયાન, બાંગ્લાદેશની રાબિયા ખાન અનસોલ્ડ રહી.
ભારતીય ક્રિકેટર અનુષ્કા શર્માને ગુજરાત ટીમે ₹45 લાખમાં ખરીદી. કર્ટની વેબ, તારા નોરિસ, શિવાલી શિંદે, હીથર ગ્રેહામ અને તેજલ હસાબનીસ અનસોલ્ડ રહી.
રાહિલા ફિરદોસને મુંબઈ ઇન્ડિયન્સે ખરીદી હતી, જેમણે તેના માટે ₹10 લાખની બોલી લગાવી હતી. તીર્થ સતીશ અને કોમલ ઝાંઝડ અનસોલ્ડ રહ્યા હતા.
પ્રકાશિકા નાઈક, ભારતી રાવલ, પ્રિયંકા કૌશલ, પારુણિકા સિસોદિયા અને જગરાવી પવારનો સમાવેશ થતો હતો, પરંતુ તે બધા પણ અનસોલ્ડ રહ્યા.
નંદની શર્મા, હેપ્પી કુમારી, શબનમ શકીલ, મિલી ઇલિંગવર્થ, કોમલપ્રીત કૌર UNSOLD
શિપ્રા ગિરી, મમતા માડીવાલા, ખુશી ભાટિયા, પ્રત્યુષા કુમાર અને નંદિની કશ્યપનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ UNSOLD.
ભારતીય ખેલાડીઓ પ્રણવી ચંદ્રા, આરુષિ ગોયલ, વૃંદા દિનેશ અને દિશા કાસત સાથે ઈંગ્લેન્ડની ડેવિના પેરીન પણ વેચાયા વગર રહ્યા.
યુપી વોરિયર્સે આશા શોભના ને ₹1.10 કરોડમાં ખરીદી છે. તેણીએ આરસીબી માટે શાનદાર પ્રદર્શન કરીને મજબૂત છાપ છોડી છે.
લિન્સી સ્મિથને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 30 લાખ રૂપિયામાં ખરીદી છે.
શબનીમ ઇસ્માઇલને ફરી એકવાર મુંબઈ ટીમે ₹60 લાખની બોલી લગાવીને ખરીદી હતી.
ક્રાંતિ ગૌરને યુપી વોરિયર્સે 50 લાખ રૂપિયામાં ખરીદી
ઇંગ્લેન્ડની ફાસ્ટ બોલર લોરેન બેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદી છે, જેમણે તેના માટે ₹90 લાખની બોલી લગાવી છે.
Former Australia Captain Meg Lanning Goes to UP Warriorz for 1.9 Crore.#WPL2026 #WPLAuction #MegLanning #UPWarriorz#TV9Gujarati pic.twitter.com/SNibZnzEJz
— Tv9 Gujarati (@tv9gujarati) November 27, 2025
ભારતીય ઓલરાઉન્ડર હરલીન દેઓલને યુપી વોરિયર્સે ખરીદી, જેના માટે તેમણે 50 લાખ રૂપિયાની બોલી લગાવી હતી અને તેણીને પોતાની ટીમમાં સામેલ કરવામાં સફળ રહી હતી.
રાધા યાદવ WPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમશે, RCBએ ₹65 લાખ માં ટીમમાં સામલે કરી.
દિલ્હી કેપિટલ્સે સ્નેહ રાણા માટે બોલી લગાવી છે, તેના માટે 50 લાખ રૂપિયા ચૂકવ્યા છે.
દક્ષિણ આફ્રિકાની ખેલાડી નડીન ડી ક્લાર્કને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ₹65 લાખમાં ખરીદી છે.
શ્રી ચારણી ને દિલ્હીની ટીમે 1.3 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરી.
વેસ્ટ ઇન્ડીઝની ખેલાડી શિનેલ હેનરીને દિલ્હી કેપિટલ્સે ₹1.3 કરોડમાં ખરીદી છે.
સ્ટાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્રેસ હેરિસ પહેલા રાઉન્ડમાં વેચાયા વિના રહી.
ગુજરાત જાયન્ટ્સે કિરણ નવગિરેને ₹60 લાખની રકમમાં ફરીથી પોતાની ટીમમાં સામેલ કરી છે.
જ્યોર્જિયા વોલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ₹60 લાખમાં ખરીદી છે.
યુપી વોરિયર્સે ફોબી લિચફિલ્ડને પણ પોતાની ટીમમાં સામેલ કરી છે. તેણી ₹1.2 કરોડમાં ટીમમાં જોડાઈ છે.
દક્ષિણ આફ્રિકાની સ્ટાર ખેલાડી તાજમીન બ્રિટ્સને કોઈ ટીમે ખરીદી નહીં.
ભારતી ફુલમાલી ફરી એકવાર ગુજરાત જાયન્ટ્સ તરફથી રમતી જોવા મળશે, ગુજરાતે તેને ₹70 લાખમાં ખરીદી છે.
લૌરા વોલ્વાર્ડને દિલ્હી કેપિટલ્સે ₹1.10 કરોડ માં ખરીદી. આ સાથે માર્કી ખેલાડીઓની યાદી પૂર્ણ થઇ છે.
Renuka Singh SOLD to Gujarat Giants for ₹60 Lakh.#WPL2026 #WPLAuction #RenukaSingh #GujaratGiants #TV9Gujarati pic.twitter.com/MMN5QFNHXj
— Tv9 Gujarati (@tv9gujarati) November 27, 2025
Amelia Kerr Sold for ₹3 Crore to Mumbai Indians.#WPL2026 #WPLAuction #AmeliaKerr #MumbaiIndians #TV9Gujarati pic.twitter.com/hGIPzSb6mx
— Tv9 Gujarati (@tv9gujarati) November 27, 2025
Deepti Sharma SOLD for ₹3.2 Crore to UP Warriorz.#WPL2026 #WPLAuction #DeeptiSharma #UPWarriorz #TV9Gujarati pic.twitter.com/m4ppS5Au5c
— Tv9 Gujarati (@tv9gujarati) November 27, 2025
મેગ લેનિંગ પણ ઉત્તર પ્રદેશ વોરિયર્સ તરફથી રમતી જોવા મળશે. યુપી વોરિયર્સે લેનિંગ માટે ₹1.9 કરોડની સૌથી વધુ બોલી લગાવી.
યુપીએ સોફી એક્લેસ્ટોનને પણ હસ્તગત કરી છે. તે ₹85 લાખમાં ટીમમાં જોડાઈ. તે ગયા સિઝનમાં પણ આ જ ટીમનો ભાગ હતી.
ગુજરાત જાયન્ટ્સે ભારતીય બોલર રેણુકા સિંહને ₹60 લાખમાં ખરીદ્યો છે.
એમિલી કાર ફરી એકવાર મુંબઈ માટે રમતી જોવા મળશે. મુંબઈએ તેને ₹3 કરોડમાં ખરીદી છે.
યુપી વોરિયર્સે દીપ્તિ શર્માને ₹3.2 કરોડમાં રિટેન કરી છે
ન્યુઝીલેન્ડની દિગ્ગજ ખેલાડી સોફી ડિવાઇનને ગુજરાત ટીમે ₹2 કરોડમાં ખરીદી છે.
મહિલા પ્રીમિયર લીગ 2026 મેગા ઓક્શનમાં એલિસા હીલીનું પહેલું નામ સામે આવ્યું હતું, પરંતુ તેને કોઈ ખરીદનાર મળ્યો ન હતો.
હરાજીના એક દિવસ પહેલા જ, સ્ટાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેસ જોનાસેને પોતાનું નામ પાછું ખેંચી લીધું. દિલ્હી કેપિટલ્સ માટે સતત ત્રણ સિઝન રમનાર જોનાસેને ખભાની ઈજાને કારણે નામ પાછું ખેંચી લીધું
આ વખતે મેગા હરાજીમાં કુલ 276 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 194 ભારતીય ખેલાડીઓ છે. આમાંથી 52 કેપ્ડ ખેલાડીઓ છે, એટલે કે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે. 142 અનકેપ્ડ ખેલાડીઓ છે. 82 વિદેશી ખેલાડીઓ છે, જેમાંથી 65 કેપ્ડ અને 17 અનકેપ્ડ છે.
Published On - 3:48 pm, Thu, 27 November 25