વિમેન્સ પ્રીમિયર લીગની નવી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ચાહકોની રાહ થોડા દિવસોમાં ખતમ થવાની છે. WPLની ત્રીજી સિઝન 14મી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને ફરી એકવાર 5 ટીમોની આ લીગમાં જોરદાર એક્શન જોવા મળશે. ટુર્નામેન્ટ શરૂ થવામાં હજુ થોડા અઠવાડિયા બાકી છે પરંતુ તે પહેલા એક જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે 16 જાન્યુઆરીએ WPL 2025નું શેડ્યૂલ જાહેર કર્યું છે. 14મી ફેબ્રુઆરીથી શરૂ થનારી અઅ ટૂર્નામેન્ટ 15મી માર્ચે યોજાનારી ટાઈટલ મેચ સુધી ચાલશે. હવે ચાહકો માટે કેલેન્ડર પર તેમની મનપસંદ ટીમની મેચની તારીખોની ખાસ નોંધ કરવાનો સમય આવી ગયો છે.
આ વખતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે WPLનો વ્યાપ વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. લીગની પ્રથમ સિઝન માત્ર મુંબઈના બે અલગ અલગ મેદાનમાં રમાઈ હતી, જ્યારે છેલ્લી સિઝન બેંગલુરુ અને દિલ્હીમાં રમાઈ હતી. હવે પ્રથમ વખત, BCCIએ લીગને વિસ્તારવાનો અને 2ને બદલે 4 સ્થળોએ આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે લીગનું આયોજન લખનૌ, મુંબઈ, વડોદરા અને બેંગલુરુમાં કરવામાં આવશે, જ્યાં 32 દિવસમાં 22 મેચો રમાશે.
4⃣ Cities
5⃣ Teams
2⃣2⃣ Exciting MatchesHere’s the #TATAWPL 2025 Schedule
— Women’s Premier League (WPL) (@wplt20) January 16, 2025
દર વખતની જેમ આ વખતે પણ નવી સિઝનની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયનની મેચથી થશે. ગત સિઝનની વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 14 ફેબ્રુઆરીએ ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ વડોદરાના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ 6 મેચ વડોદરામાં જ રમાશે, ત્યારબાદ 21 ફેબ્રુઆરીથી બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટની 8 મેચ રમાશે. 3 માર્ચથી લખનૌમાં 4 મેચો રમાશે, ત્યારબાદ ટૂર્નામેન્ટ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સમાપ્ત થશે, જ્યાં ક્વોલિફાયર અને ફાઈનલ સહિત છેલ્લી 4 મેચો રમાશે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં નાલેશીભરી હાર બાદ BCCI આકરાપાણીએ, ખેલાડીઓને અપાતી આ સુવિધા કરી દીધી બંધ
Published On - 9:08 pm, Thu, 16 January 25