
વર્લ્ડ કપ ક્વોલિફાયરનો પહેલો સૌથી મોટો અપસેટ સર્જાયો છે. ઓમાને તેનો સૌથી મોટો ODI ટાર્ગેટ હાંસલ કરી મોટી જીત મેળવી હતી. ઓમાનના બેટ્સમેનોએ 30 બાઉન્ડ્રી ફટકારીને આયરિશ બોલરોની ધુલાઈ કરી હતી.
આઇરિશ ટીમને વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં સૌથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઓમાન જેવી ટીમે આયર્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટનો આ પહેલો સૌથી મોટો અપસેટ છે. ODI ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ટેસ્ટ રમતી ટીમ સામે ઓમાનની આ પ્રથમ જીત હતી અને આ જીત સાથે ઓમાને ઈતિહાસ રચ્યો હતો. આ જીત સાથે તેમણે ODI ફોર્મેટમાં પોતાનો સૌથી મોટો લક્ષ્યાંક પણ હાંસલ કર્યો હતો .
પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટે ગુમાવી 281 રન બનાવ્યા હતા. જ્યોર્જ ડોકરેલે અણનમ 91 અને હેરી ટેક્ટરે 52 રન બનાવ્યા હતા અને ઓમાનને જીત માટે 282 રનનો મુશ્કેલ ટાર્ગેટ આપ્યો હતો.
ઓમાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેમની પ્રથમ વિકેટ માત્ર 9 રનમાં જ પડી ગઈ હતી. ઓપનર જતિન્દર સિંહ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કશ્યપ પ્રજાપતિ અને આકિબ વચ્ચે 88 બોલમાં 94 રનની પાર્ટનરશિપ થઈ હતી. આકિબે ઓમાન તરફથી પરથાં ફિફ્ટી ફટકારી હતી. આકિબના આઉટ થયા બાદ કશ્યપ પ્રજાપતિએ ઝીશાન મકસૂદ સાથે 63 રનની ભાગીદારી કરી હતી. પ્રજાપતિ 72 રન બનાવીને આઉટ થયો હતો જે બાદ કેપ્ટન ઝીશાને બાજી સંભાડી હતી.
આ પણ વાંચોઃ Ashes 2023 : પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 273 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને જીતવા 281 રનનો ટાર્ગેટ
કેપ્ટન ઝીશાન અને મોહમ્મદ નદીમ વચ્ચે 56 રનની ભાગીદારી થઈ હતી. ઝીશાન 59 રન બનાવીને આઉટ થયા બાદ નદીમને અયાન ખાનનો સાથ મળ્યો હતો અને બંને એ સાથે મળીને ટીમના સ્કોરમાં વધુ 37 રન ઉમેર્યા હતા. અયાનના આઉટ થયા બાદ શોએબ અને નદીમે 26 રનની વિજયી ભાગીદારી કરી હતી.નદીમે અણનમ 46 રન ફટકાર્યા હતા.