Wasim Akram, IND vs PAK: અમદાવાદમાં રમવાને લઈ વસીમ અકરમે કહી મોટી વાત, PCB ને બતાવી દીધો અરીસો

|

Jun 28, 2023 | 5:41 PM

India Vs Pakistan:ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી 15 ઓક્ટોબરે અમદાવાદમાં વિશ્વકપની હાઈવોલ્ટેજ મેચ રમાનારી છે. અમદાવાદમાં મેચને લઈ પાકિસ્તાન બોર્ડે પહેલાથી જ વાંધો રજૂ કર્યો હતો.

Wasim Akram, IND vs PAK: અમદાવાદમાં રમવાને લઈ વસીમ અકરમે કહી મોટી વાત, PCB ને બતાવી દીધો અરીસો
Wasim Akram on IND vs PAK

Follow us on

વનડે વિશ્વકપ 2023  (World Cup 2023) ભારતમાં રમાનારો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટક્કર થનારી છે. પાકિસ્તાને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાને લઈ પહેલાથી જ ઈન્કાર કરી દીધો હતો. પરંતુ આઈસીસીએ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટક્કરને આયોજીત કરી હતી. શેડ્યૂલ મુજબ આઈસીસીએ અમદાવાદમાં જ લીગ મેચ જાહેર કરી હતી. આમ પાકિસ્તાનની રજૂઆતને સાંભળવામાં આવી નહોતી. બીજી તરફ વસીમ અક્રમે અમદાવાદમાં મેચ રમવાને લઈ કહ્યુ હતુ કે કોઈ મુદ્દો જ નથી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા વિશ્વકપના ડ્રાફ્ટ શેડ્યૂલ વખતે જ અમદાવાદમાં મેચ નહી રમવાને લઈ વાંધો રજૂ કર્યો હતો. આ મામલે કેટલીક નિવેદન બાજી પણ પાકિસ્તાન તરફથી થઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે એક મીડિયા રીપોર્ટ મુજબ કહ્યુ હતુ કે, પાકિસ્તાન ભારત ના આવે એ માટેનો આ એક પ્રકાર છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

અકરમે બતાવ્યો અરીસો

આ દરમિયાન હવે વિશ્વકપનુ શેડ્યુલ જાહેર થઈ ચુક્યુ છે અને ભારત અને પાકિસ્તાનની લીગ મેચના સ્થળને પણ જાહેર કરી દેવામાં આવ્યુ છે. વસીમ અકરમે મીડિયા સમક્ષ વાતચિત દરમિયાન કહ્યુ હતુ કે, તેને લઈ કોઈ મુદ્દો નથી. પાકિસ્તાન ત્યાં જ રમશે જ્યાં તેમને રમવા માટે કહ્યુ છે. અકરમે આગળ પણ કહ્યુ હતુ કે, અમદાવાદમાં ના રમવા ની વાત કારણ વગરનુ દબાણ છે. જો પાકિસ્તાની ખેલાડીઓને પૂછવામાં આવે તો તેમને કોઈ જ ફરક નથી પડતો કે શેડ્યૂલ શુ છે, તેમણે તો બસ રમવાનુ જ છે.

 

 

પૂર્વ ઝડપી બોલરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ઈગો પર સવાલ કરી દીધા હતા. અકરમે કહ્યુ કે, જો તમારામાં ઈગો છે તો, સમજો કે ખોટુ શુ છે અને જે પણ કરવાનુ છે તેના માટે પ્લાન કરો. જો નથી કરી શકતા તો એ જ કરો જે કહેવામાં આવી રહ્યુ છે.

 

મુંબઈમાં નહીં રમે પાકિસ્તાન

અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની મેચને લઈ સ્થળ બદલવા માટેની માંગ પાકિસ્તાને કરી હતી. પરંતુ આઈસીસીએ આ માંગ પુરી કરી નહોતી. પાકિસ્તાનને અમદાવાદની વાત અને આ બંને મેચના સ્થળ બદલવાની વાત પર આઈસીસીએ ખાસ ગણકારી નહોતી અને શેડ્યૂલ જાહેર થયુ હતુ. જોકે આઈસીસીએ પાકિસ્તાનની મુંબઈમા નહીં રમવાની કરેલી રજૂઆતને સ્વિકારવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર મુંબઈમાં મેચ નહીં ફાળવવા માટે માંગ કરી હતી અને એ મુજબ જ પાકિસ્તાનને એક પણ મેચ મુંબઈમાં ફાળવવામાં આવી નથી.

 

આ પણ વાંચોઃ  World Cup 2023: ટીમ ઈન્ડિયા 9 શહેરોમાં રમશે વિશ્વકપની લીગ મેચ, જાણો કયા મેદાનમાં કેવો ધરાવે છે રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:40 pm, Wed, 28 June 23

Next Article