World Cup 2023: શાકિબે બાંગ્લાદેશની સુકાનીપદ છોડવાની આપી ધમકી, વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશની ટીમમાં હંગામો

|

Sep 27, 2023 | 12:06 AM

વર્લ્ડ કપમાં જતા પહેલા બાંગ્લાદેશની ટીમમાં બધું બરાબર નથી. શાકિબ અલ હસને સુકાની પદ છોડવાની ધમકી આપી હતી કારણ કે એક એવા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યો હતો જે સંપૂર્ણપણે ફિટ ન હતો.

World Cup 2023: શાકિબે બાંગ્લાદેશની સુકાનીપદ છોડવાની આપી ધમકી, વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશની ટીમમાં હંગામો
Bangladesh

Follow us on

બાંગ્લાદેશે ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે પોતાની ટીમની જાહેરાત કરી છે અને તેને લઈને વિવાદ થયો છે. આ વખતે ટીમમાં તમીમ ઈકબાલને સ્થાન આપવામાં આવ્યું નથી, તેથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શાકિબ અલ હસન (Shakib Al Hasan) વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની કેપ્ટનશીપ કરશે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પસંદગીને લઈને કેપ્ટન શાકિબ અલ હસન અને તમીમ ઈકબાલ (Tamim Iqbal) વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ તેને બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તમીમ ઈકબાલને ટીમની બહાર કરવામાં આવ્યો

બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા અનુસાર, તમીમ ઈકબાલે બોર્ડને માહિતી આપી હતી કે તે સંપૂર્ણ રીતે ફિટ નથી અને આખો વર્લ્ડ કપ રમી શકશે નહીં. આવી સ્થિતિમાં તેને માત્ર 5 મેચમાંથી બહાર કરવાની વાત કરી હતી, જોકે કેપ્ટન શાકિબ અલ હસન આ વાત પર સહમત ન હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાકિબે આની મનાઈ કરી હતી અને કહ્યું હતું કે જે ખેલાડી સંપૂર્ણપણે ફિટ નથી તેને ટીમમાં સ્થાન મળવું જોઈએ નહીં.

શાકિબે કેપ્ટનશીપ નહીં કરવાની ધમકી આપી

સોમવારે જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હુસૈનના ઘરે એક બેઠક યોજાઈ હતી, જેમાં શાકિબ અલ હસન અને ટીમના કોચ પણ હાજર હતા. ત્યાં જ શાકિબ અલ હસને કહ્યું હતું કે જો અડધા ફિટ ખેલાડીને વર્લ્ડ કપમાં લઈ જવામાં આવશે તો તે કેપ્ટનશીપ નહીં કરે. આ પછી બોર્ડે કેપ્ટનની સલાહ સ્વીકારવી પડી અને તમીમ ઈકબાલને ટીમની બહાર કરવામાં આવ્યો. આટલું જ નહીં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ મેનેજર નફીસ ઈકબાલ જે તમીમ ઈકબાલનો ભાઈ છે તેને પણ હટાવી દેવામાં આવ્યો છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો : IND vs AUS : રાજકોટમાં હાર્દિક સહિત આ પાંચ ખેલાડીઓ નહીં રમે, કેપ્ટન રોહિતે આપી જાણકારી

બાંગ્લાદેશની ટીમ 27 સપ્ટેમ્બર સુધી ભારત પહોંચશે

વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ પહેલા બાંગ્લાદેશની ટીમમાં આ પ્રકારનો વિવાદ થયો છે, તેથી પ્રદર્શન પર તેની અસર પડી શકે છે. બાંગ્લાદેશની ટીમ 27 સપ્ટેમ્બર સુધીમાં ભારત પહોંચી શકે છે, તાજેતરમાં જ તે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી હારી ગઈ છે.

વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનું શેડ્યૂલ :

  • 29 સપ્ટેમ્બર, vs  શ્રીલંકા (વોર્મ અપ મેચ)
  • ઑક્ટોબર 2, vs  ઇંગ્લેન્ડ (વોર્મ-અપ મેચ)
  • 4 ઓક્ટોબર, vs  હજુ નક્કી નથી
  • 7 ઓક્ટોબર, vs  અફઘાનિસ્તાન
  • 10 ઓક્ટોબર, vs  ઇંગ્લેન્ડ
  • 13 ઓક્ટોબર, vs  ન્યુઝીલેન્ડ
  • 19 ઓક્ટોબર, vs  ભારત
  • 24 ઓક્ટોબર, vs  બાંગ્લાદેશ
  • 28 ઓક્ટોબર, vs  નેધરલેન્ડ
  • 31 ઓક્ટોબર, vs  પાકિસ્તાન
  • 6 નવેમ્બર, vs   શ્રીલંકા
  • 11 નવેમ્બર, vs  ઓસ્ટ્રેલિયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:58 pm, Tue, 26 September 23

Next Article