
Ahmedabad : 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023ની ફાઈનલ મેચ રમાશે. આઈપીએલની મહત્વની મેચને લઈને બીસીસીઆઈ સચિવ જય શાહ સહિતના ઘણા અધિકારીઓ અમદાવાદ પહોંચ્યા છે. 27 મે અને 28 મેના રોજ ક્રિકેટની ટુર્નામેન્ટને લઈને નિર્ણયો થવાના હતા. આજે 27 મેના રોજ અમદાવાદમાં બીસીસીઆઈ (BCCI) ના અધિકારીઓની મહત્વની મિટિંગ થઈ હતી. જેમાં કેટલાક મહત્વના મુદ્દા અને નિર્ણયો પર ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો : IPL 2023 Prize Money: અમદાવાદમાં ચેમ્પિયન બનનારી ટીમને મળશે આટલા કરોડ, હારનારી ટીમના ખાતામાં પણ જશે કરોડો રુપિયા
The respective presidents of Bangladesh, Afghanistan & Sri Lanka Cricket Boards will grace the Tata IPL 2023 final to be held on May 28 at the Narendra Modi Stadium (in Ahmedabad, Gujarat). We will hold discussions with them for outlining the future course of action in relation… pic.twitter.com/tw4sRfjOCv
— ANI (@ANI) May 25, 2023
presidents of the Bangladesh, Afghanistan and Sri Lanka Cricket Boards will grace the Tata IPL 2023 final to be held on May 28 at the Narendra Modi Stadium. We will hold discussions with them for outlining the future course of action in relation to Asia Cup 2023.”- Jay shah
— Abhishek Tripathi / अभिषेक त्रिपाठी (@abhishereporter) May 25, 2023
મીડિયા રિપોર્ટ અનુસાર , બીસીસીઆઈ સચિવ જય શાહ એ જાણકારી આપી છે કે આ ફાઈનલ મેચ જોવા માટે બાંગ્લાદેશ, અફગાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ અમદાવાદ પહોંચશે. એશિયા કપ 2023ને લઈને આ દિવસે મહત્વની વાતચીત થશે અને એશિયા કપના આયોજનને લઈને મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. જણાવી દઈએ કે પાકિસ્તાન અને ભારતના ક્રિકેટ બોર્ડ વચ્ચે એશિયા કપના વેન્યૂને લઈને સતત વિવાદ થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદમાં થનારી મિટિંગ મહત્વની સાબિત થશે.
આ પણ વાંચો : VIDEO: સિંગર કિંજલ દવેનું સ્વપ્ન થયું પૂરુ, ગુજરાતી ગીતો પર ઝૂમી ઉઠયું નમો સ્ટેડિયમ, જુઓ શાનદાર Video
મીડિયા રિપોર્ટસ અનુસાર, આ વર્લ્ડ કપ 2023માં 10 ટીમો વચ્ચે 48 મેચો રમાશે. આ મેચો 12 સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ 2023નું આયોજન 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે થશે. આઈપીએલ 2023ની ફાઈનલ મેચ બાદ વર્લ્ડ કપ 2023નું શેડયૂલ જાહેર થઈ શકે છે. વનડે વર્લ્ડ કપ 2023 માટેના 12 વેન્યૂ – અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, દિલ્હી, ઈન્દોર, ધર્મશાલા, ગુવાહાટી, રાજકોટ, રાયપુર અને મુંબઈ.