ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. વર્લ્ડ કપમાં ભાગ લેવા વિદેશી ટીમોનું ભારતમાં આગમન શરૂ થઈ ગયું છે. પાડોશી દેશ પાકિસ્તાન પણ વર્લ્ડ કપમાં રમવા આતુર છે, પરંતુ પાકિસ્તાન (Pakistan) ટીમના વિઝાને લઈ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જે હવે સમાપ્ત થઈ ગયો છે અને હવે ટીમ 27 સપ્ટેમ્બરે ભારત આવશે. ભારત આવતા પહેલા પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે (Babar Azam) પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા.
વર્લ્ડ કપ માટે રવાના થતા પહેલા પાકિસ્તાન ટીમના વિઝાને લઈ વિવાદ અને ચર્ચાઓ ચાલી રહ્યો હતો, જે અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદન જાહેર કરી વિઝા મળવા અંગે જાણકારી આપી હતી અને સાથે જ BCCI સેક્રેટરી જય શાહનો આભાર માન્યો હતો.
વિઝા વિવાદ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે 19 સપ્ટેમ્બરે ભારતના વિઝા માટે અરજી કરી હતી, પાકિસ્તાન વિઝા માટે અરજી કરનાર છેલ્લી ટીમ હતી, તેમ છતાં BCCIએ અમને સાથ આપ્યો અને 25 સપ્ટેમ્બર સુધી અમને વિઝા મળી ગયા. આ બદલ તેમણે BCCIનો પણ આભાર માન્યો હતો.
This media release by PCB highlights the highest order of unprofessionalism by Pakistani media and the self proclaimed Pakistan’s journalists on Twitter for creating unnecessary stir over the visa issues.#CWC2023 #INDvPAK pic.twitter.com/SGqaZK08sy
— Isa Haider (@IsaHaider3) September 26, 2023
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વિઝા મળવામાં મોડું થવા અંગે દુનિયાભરના ક્રિકેટ ફેન્સ વચ્ચે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. કેટલાક ફેન્સ આ વાતને નેગેટિવ રીતે જોઈ રહ્યા હતા અને અફવાઓ ફેલાવી રહ્યા હતા. જે અંગે ખૂબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નિવેદન જાહેર કરી અફવાઓને સમાપ્ત કરી હતી.
આ પણ વાંચો : World Cup 2023: ભારત આવતા પહેલા બાબર આઝમે મીડિયા પર લગાવ્યો મોટો આરોપ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વર્લ્ડ કપમાં ટીમના વિઝા અંગે એપ્લાય કરનાર સૌથી છેલ્લી ટીમ હતી, એવામાં તેમના વિઝા અંગેની પ્રક્રિયા અન્ય ટીમો બાદ થઈ હતી, જે અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાણકારી આપી હતી. છેલ્લે વિઝા એપ્લાય કર્યા બાદ પણ આટલી જલ્દી વિઝા આપવા બદલ PCBએ BCCI અને ભારત સરકારનો આભાર માન્યો હતો.