પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ (World Cup 2023) માટે હૈદરાબાદ પહોંચી ગઈ છે, જ્યાં તે આગામી 15 દિવસ રોકાવાની છે. ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે જ્યારે પાકિસ્તાને (Pakistan) 29 સપ્ટેમ્બરે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમવાની છે. બુધવારે મોડી સાંજે સુકાની બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમ હૈદરાબાદ એરપોર્ટ પર ઉતરી હતી, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હૈદરાબાદ (Hyderabad) એરપોર્ટ પર ખૂબ જ કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી.
આવું સાત વર્ષ પછી બન્યું છે જ્યારે પાકિસ્તાની ટીમ ક્રિકેટ મેચ રમવા માટે ભારત આવી છે, આ પહેલા ટીમ 2016 T20 વર્લ્ડ કપ માટે ભારત આવી હતી. જ્યારે પાકિસ્તાની ટીમ એરપોર્ટ પર પહોંચી ત્યારે ઘણા લોકોએ ક્રિકેટરો સાથે સેલ્ફી ક્લિક કરી હતી. આ ઉપરાંત ટીમ હોટલમાં પણ તમામ ખેલાડીઓનું ભારતીય શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ખેલાડીઓનું ભગવા રંગની શાલ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં કેપ્ટન બાબર આઝમ સહિત ઘણા ખેલાડીઓ કેસરી શાલ પહેરી રહ્યા છે.
Our Kings have been welcomed like Kings ❤️ Thanks India
– Team Pakistan has landed in #Hyderabad.#BabarAzam #ICCWorldCup #PakistanCricketTeam pic.twitter.com/ajlE7RHnWp
— (@THORthayaar) September 27, 2023
પાકિસ્તાન ક્રિકેટ ટીમને 25 સપ્ટેમ્બરે વિઝા મળ્યા હતા, જેને લઈને ઘણો વિવાદ થયો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વિઝા મેળવવામાં વિલંબને લઈને ICCને ફરિયાદ કરી હતી, પરંતુ બાદમાં ખુદ PCBએ નિવેદન જારી કરીને તેને નકારી કાઢ્યું હતું. PCBના જણાવ્યા અનુસાર, તેમણે 19 સપ્ટેમ્બરે વિઝા માટે અરજી કરી હતી. BCCIએ 25 સપ્ટેમ્બર સુધીની જ તારીખ આપી હતી અને વિઝા સમયસર મળી ગયા હતા.
29 સપ્ટેમ્બર vs ન્યુઝીલેન્ડ (વોર્મ અપ મેચ)
3 ઓક્ટોબર vs ઓસ્ટ્રેલિયા (વોર્મ અપ મેચ)
6 ઓક્ટોબર vs નેધરલેન્ડ
10 ઓક્ટોબર vs શ્રીલંકા
14 ઓક્ટોબર vs ભારત
20 ઓક્ટોબર vs ઓસ્ટ્રેલિયા
23 ઓક્ટોબર vs અફઘાનિસ્તાન
27 ઓક્ટોબર vs દક્ષિણ આફ્રિકા
31 ઓક્ટોબર vs બાંગ્લાદેશ
The arrival of team Pakistan in Hyderabad…!!!
The World Cup is just a few days away now. pic.twitter.com/zeOIKpJzwf
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2023
આ પણ વાંચો : વર્લ્ડ કપ માટે ભારત આવતા પહેલા પાકિસ્તાનની ટીમનું ફોટોશૂટ, PCBએ શેર કરી તસવીરો
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફખર જમાન, ઈમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, સલમાન આગા, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હારીસ રઉફ, હસન અલી, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ.