વર્લ્ડ કપ 2023 (World Cup 2023) શરૂ થયાને બે અઠવાડિયાની આસપાસનો સમય થઈ ગયો છે અને સારી વાત એ છે કે હજી સુધી વર્લ્ડ કપમાં કોઈ મોટી દુર્ઘટના કે વિવાદ થયો નથી. જોકે સોમવારે લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા (Australia) અને શ્રીલંકા વચ્ચેની મેચમાં એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.
વર્લ્ડ કપ 2023ની 14મી મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી, જેમાં ચાલુ મેચ દરમિયાન વરસાદ શરૂ થતાં મેચને થોડા સમય માટે રોકવામાં આવી હતી. વરસાદની સાથે વાવાઝોડું પણ આવતા મેદાનમાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું.
Due to strong winds, hoardings are falling all over Lucknow’s Ekana Stadium.
Spectators running for safety.#CWC23 #AUSvSL #WorldCup2023 #Lucknow @BCCI @ICC pls remove these banners before the next match. pic.twitter.com/xxoqK775jK— Ali Taabish Nomani (@atnomani) October 16, 2023
મેચ વરસાદ શરૂ થતાં મેચ રોકવામઆ આવી, ત્યારે અચાનક વાવાઝોડું પણ આવ્યું, જેના કારણે ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લગાવવામાં આવેલા બેનર ઉખડી ગયા હતા. આ બેનર ઉખડીને સ્ટેડિયમમાં જ દર્શકોના સ્ટેડ તરફ પડ્યા હતા.
લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લાગેલા બેનરો વાવાઝોડાના કારણે પડ્યા, એ પહેલા જ વરસાદના કારણે દર્શકોએ ત્યાંથી હટી ગયા હતા, જેના કારણે સદનસીબે કોઈને પણ આ બેનરના પડવાથી નુકસાન થયું નથી. કોઈ જાનહાનિ કે કોઈ ઈજા પણ નથી થઈ.
Ekana stadium Lucknow
Australia v. Sri Lanka pic.twitter.com/Z3ZasLsegx— Samyak Mordia (@SamyakMordia) October 16, 2023
વરસાદ અને વાવાઝોડાના કારણે બેનર પડ્યા, પરંતુ કોઈ જાનહાનિ ન થઈ અને કોઈ મોટી દુર્ધટના ન ઘટી, એ દર્શકો માટે સારી બાબત છે. જોકે આ ઘટના બાદ ચોક્કથી સ્ટેડિયમમાં બેનર લગાવવા કે નહીં, અને લગાવવા તો ક્યાં, આ સવાલ દર્શકોના મનમાં ઊભા થયા છે.
આ પણ વાંચો : IND vs BAN : ભારત સામે મેચ પહેલા બાંગ્લાદેશનો કેપ્ટન થયો ઈજાગ્રસ્ત, મેચમાં રમવા અંગે સસ્પેન્સ
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન વાવાઝોડું આવતા બેનર પડવાની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જેના પર ફેન્સ અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે. અનેક ફેન્સ આ ઘટનાની નિંદા પણ કરી રહ્યા છે.
Published On - 12:30 pm, Tue, 17 October 23