
Bengaluru : વર્લ્ડ કપની 25મી મેચમાં શ્રીલંકા સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો (England Team) પડકાર છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા બંનેએ અત્યાર સુધી ચાર-ચાર મેચ રમી છે. બંનેને એક-એક જીત મળી છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 156 રન બનાવ્યા હતા.
વર્તમાન વિજેતા ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હજુ સુધી વર્લ્ડ કપ-2023માં પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે પ્રદર્શન કરી શકી નથી. અત્યાર સુધી આ ટીમ પાંચ મેચ રમી છે જેમાંથી ચારમાં હાર થઈ છે. આ ટીમ તેની છઠ્ઠી મેચમાં શ્રીલંકાનો સામનો કરશે. ઈંગ્લેન્ડે કોઈપણ ભોગે આ મેચ જીતવી જરૂરી છે, નહીં તો તેનું સેમિફાઈનલમાં જવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે સારી શરૂઆત કરી હતી. જોની બેયરસ્ટો અને ડેવિડ મલાનની જોડીએ ઝડપી શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 45 રન જોડ્યા. માલન 28 રન બનાવીને એન્જેલો મેથ્યુસનો શિકાર બન્યો હતો. જો કે, આ પછી વિકેટોનો ધમધમાટ જોવા મળ્યો હતો. જો રૂટ ત્રણ રન બનાવીને રનઆઉટ થયો હતો. બેયરસ્ટોને 30 રનના સ્કોર પર કસુન રાજિતાએ આઉટ કર્યો હતો. કેપ્ટન બટલર આઠ રન અને લિવિંગસ્ટોન એક રન બનાવીને આઉટ થયા હતા.
ઈંગ્લેન્ડની ટીમ 85 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરી રહી હતી. જોકે બેન સ્ટોક્સ એક છેડે ઊભો હતો. આવી સ્થિતિમાં ઇંગ્લિશ બેટ્સમેનો પાસેથી બુદ્ધિશાળી બેટિંગની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ એવું થયું નહીં. ઈંગ્લેન્ડના બેટ્સમેનો ખરાબ શોટ રમીને વિકેટો આપતા રહ્યા. મોઈન અલી 15 રન, ક્રિસ વોક્સ 0 અને આદિલ રાશિદ બે રન બનાવીને આઉટ થયા હતા.
આ દરમિયાન બેન સ્ટોક્સ પણ 43 રનના અંગત સ્કોર પર રહ્યો હતો. રશીદે પોતાની બેદરકારીના કારણે વિકેટ ગુમાવી હતી. અંતે માર્ક વુડ પણ પાંચ રન બનાવીને આઉટ થયો હતો. વિલી 14 રન બનાવીને અણનમ રહ્યો હતો. શ્રીલંકા તરફથી લાહિરુ કુમારાએ ત્રણ વિકેટ ઝડપી હતી. એન્જેલો મેથ્યુસ અને કસુન રાજિતાને બે-બે વિકેટ મળી હતી. તિક્ષનાએ એક વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન/વિકેટકીપર), જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રશીદ, માર્ક વુડ.
શ્રીલંકા: કુસલ મેન્ડિસ (કેપ્ટન/વિકેટ), પથુમ નિસાંકા, કુસલ પરેરા, સદિરા સમરવિક્રમા, ચારિતા અસલંકા, ધનંજય ડી સિલ્વા, એન્જેલો મેથ્યુસ, મહિષ તિક્ષાના, કસુન રચિતા, લાહિરુ કુમારા, દિલશાન મધુશંકા.
Published On - 5:09 pm, Thu, 26 October 23