વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમે આખરે બે મેચમાં હાર બાદ ત્રીજી મેચમાં જીત મેળવી ઓસ્ટ્રેલિયા (Australia) એ પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. પેટ કમિન્સની કપ્તાનીવાળી ટીમે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા (Sri Lanka) ને પાંચ વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ આ જીત માટે ઘણી મહેનત કરવી પડી હતી.
સોમવારે યોજાયેલ મુકાબલામાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 43.3 ઓવરમાં 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરેરા અને નિસાન્કાએ શ્રીલંકાને મજબૂત શરૂઆત અપાવી હતી. પહેલી વિકેટ માટે બંનેએ 125 રનની પાર્ટનરશિપ કરી હતી. નિસાન્કાએ 67 બોલમાં 61 રન બનાવ્યા હતા જ્યારે પરેરાએ 82 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 78 રનની ઈનિંગ રમી હતી.
Both Australia and Sri Lanka look to get their first win of #CWC23
Who takes home the points in Lucknow?#AUSvSL pic.twitter.com/oUMQ6eOAoR
— ICC (@ICC) October 16, 2023
પરેરા અને નિસાન્કાના આઉટ થયા બાદ અન્ય કોઈ બેટ્સમેન શ્રીલંકા માટે કંઈ ખાસ કરી શક્યા નહીં, માત્ર ચરિતા અસલંકાએ 25 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે મિચેલ સ્ટાર્ક અને કમિન્સને બે-બે વિકેટ મળી હતી.
210 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલ ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી ચાર ઓવરમાં જ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ સસ્તામાં આઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં આવી ગયું હતું. વોર્નર 11 અને સ્મિથ શૂન્ય પર આઉટ થયો હતો. જે બાદ મિશેલ માર્શ અને માર્નસ લાબુશેને ટીમની કમાન સંભાળી હતી. બંનેએ 57 રનની ભાગીદારી કરી હતી.
An emphatic win in Lucknow helps Australia open their account in the #CWC23 #AUSvSL : https://t.co/nOE42M6VZW pic.twitter.com/vbBfkTDmGI
— ICC (@ICC) October 16, 2023
મિશેલ માર્શે શ્રીલંકા સામે પોતાની અડધી સદી પૂરી કરી હતી. માર્શ 81 રન બનાવી આઉટ થયો હતો. તે 52 બનાવી આઉટ થયો હતો. માર્શ સિવાય વિકેટકીપર બેટ્સમેન જોસ ઈંગ્લિસે 59 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. લાબુશેન પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહોતો અને 40 રન બનાવી આઉટ થયો હતો.
આ પણ વાંચો : ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : ભારતનો સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણે રનિંગ કરી 4358 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર્સ માર્કસ સ્ટોઈનિસ અને ગ્લેન મેક્સવેલે તોફાની બેટિંગ કરી હતી. સ્ટોઈનિસે 10 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 20 રન અને મેક્સવેલે 21 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા અને ટીમને જીત આપવી હતી.