World Cup 2023 : આઉટ થયા બાદ ખેલાડીએ ખુરશી પર બેટ માર્યું, ICC કરશે કાર્યવાહી !

|

Oct 16, 2023 | 7:39 AM

રહેમાનુલ્લાહ ગુરબાઝે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ODI વર્લ્ડ કપ મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી અને 57 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા, પરંતુ આઉટ થયા બાદ તેણે જે કર્યું તે તેના માટે ખતરાની ઘંટડી બની શકે છે અને ICC રહેમાનુલ્લાહ ગુરબાઝને દંડ ફટકારી શકે છે. ગુરબાઝ ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો કારણ કે તે સદી ચૂકી ગયો હતો.

World Cup 2023 : આઉટ થયા બાદ ખેલાડીએ ખુરશી પર બેટ માર્યું, ICC કરશે કાર્યવાહી !
Rahmanullah Gurbaz

Follow us on

અફઘાનિસ્તાન (Afghanistan) ક્રિકેટ ટીમ તે ટીમોમાંથી એક છે જે કોઈપણ દિવસે, કોઈપણ મેદાન પર અપસેટ સર્જી શકે છે. આ ટીમે રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં વર્તમાન વિજેતા ઈંગ્લેન્ડ સામે ODI વર્લ્ડ કપ 2023 ( World Cup 2023) ની મેચ રમી રહી હતી, અને તેમણે એ જ કરીને બતાવ્યું જેના વિશે અમે તમને કહ્યું. તેમણે ઈંગ્લેન્ડ (England) ને હરાવી વર્લ્ડ કપમાં સૌપ્રથમ જીત નોંધાવી હતી.

રહેમાનુલ્લા ગુરબાઝે તોફાની ઈનિંગ્સ રમી

ટોસ હારી પહેલા બેટિંગ કરતાં અફઘાનિસ્તાનની ટીમે સારી શરૂઆત કરી હતી. તેમના ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે તોફાની ઈનિંગ્સ રમી હતી અને ટીમને સારી શરૂઆત અપાવી હતી, છતાં આઉટ થયા બાદ ગુરબાઝે કંઈક એવું કર્યું કે જેનાથી ICC તેનાથી નારાજ થઈ શકે છે અને તેની સામે કાર્યવાહી પણ કરી શકે છે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

પ્રથમ વિકેટ માટે 114 રનની ભાગીદારી

ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને અફઘાનિસ્તાનને મજબૂત શરૂઆત અપાવી હતી અને પ્રથમ વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી હતી. ઝદરાન આદિલ રાશિદને જો રૂટના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તેણે 48 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 28 રનની ઇનિંગ રમી હતી. રહમત શાહ 122 રને આઉટ થયો હતો જેણે ત્રણ રન બનાવ્યા હતા.

ગુરબાઝ રન આઉટ થયો

અફઘાનિસ્તાનની ટીમને આશા હતી કે ગુરબાઝ લાંબી ઈનિંગ રમશે પરંતુ તે રનઆઉટ થયો હતો. 19મી ઓવરના પાંચમા બોલ પર હસમતુલ્લાહ શાહિદીએ રન લેવાનો પ્રયાસ કર્યો અને આ રન લેવાની પ્રક્રિયામાં જ ગુરબાઝ આઉટ થઈ ગયો. પરંતુ આ પછી ગુરબાઝે જે કર્યું તેનાથી બધાને આશ્ચર્ય થયું. ગુરબાઝ ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો કારણ કે તે સદી ચૂકી ગયો હતો.

આ પણ વાંચો : ક્રિકેટનો “મિલ્ખા સિંહ”: શ્રીલંકાનો વિકેટ કીપર બેટ્સમેન દિનેશ ચાંદીમલ રનિંગ કરી 5983 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો?

ગુસ્સામાં કરી આવી હરકત

આ પછી, પેવેલિયન પરત ફરતી વખતે, તેણે બાઉન્ડ્રી પર રાખેલ દોરડાને બેટ વડે જોરથી ફટકાર્યું હતું. જે બાદ તે ડગઆઉટ તરફ પહોંચ્યો ત્યારે તેણે ત્યાં રાખેલી ખુરશી પર બેટ માર્યું હતું. આવી હરકત પર ખૂબ જ કડક વલણ રાખે છે અને શક્ય છે કે નિયમોના ભંગ બદલ ગુરબાઝને ICC દંડ કરી શકે છે.

અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું

ગુરબાઝના આઉટ થયા બાદ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું. કેપ્ટન હસમતુલ્લાહ શાહિદીએ 14 રન, અજમુલ્લા ઓમરઝાઈએ ​​19 રન, મોહમ્મદ નબી 9 રન અને રાશિદ ખાન માત્ર 23 રન બનાવીને આઉટ થયો હતો. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને જીતવા 285 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે ઈંગ્લેન્ડ 215 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને અફઘાનિસ્તાને વર્લ્ડ કપમાં સૌપ્રથમ જીત મેળવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article