Womens Emerging Asia Cup 2023: ટીમ ઈન્ડિયાની માત્ર 32 બોલમાં ધમાકેદાર જીત, શ્રેયંકા પાટીલની 5 વિકેટ

|

Jun 13, 2023 | 6:54 PM

હોંગકોંગમાં ચાલી રહેલા વુમન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023માં ભારત Aની લેગ સ્પિનર ​​શ્રેયંકા પાટીલે 2 રન આપીને 5 વિકેટ લીધી હતી. હોંગકોંગની ટીમ માત્ર 34 રન જ બનાવી શકી હતી અને ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી.

Womens Emerging Asia Cup 2023: ટીમ ઈન્ડિયાની માત્ર 32 બોલમાં ધમાકેદાર જીત, શ્રેયંકા પાટીલની 5 વિકેટ
Shreyanka Patil took 5 wickets

Follow us on

વુમન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023ની પહેલી જ મેચમાં ભારતની દીકરીઓએ કમાલ કરી બતાવી હતી. હોંગકોંગના મોંગ કોકમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ઈન્ડિયા-Aએ યજમાન હોંગકોંગને માત્ર 34 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત માટે લેગ સ્પિનર ​​શ્રેયંકા પાટીલે શાનદાર બોલિંગ કરીને તબાહી મચાવી દીધી હતી. શ્રેયંકાએ માત્ર 2 રન આપી 5 વિકેટ લીધી હતી. શ્રેયંકા ઉપરાંત પાર્શ્વી ચોપરા અને મન્નત કશ્યપને 2-2 વિકેટ મળી હતી.

ઈન્ડિયા-Aનું બોલિંગ પ્રદર્શન એટલું શાનદાર હતું કે વિરોધી ટીમ માત્ર 14 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. હોંગકોંગ તરફથી માત્ર એક જ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શકી હતી. જ્યારે તેના 4 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

શ્રેયંકાએ 18 બોલમાં અડધી ટીમનો સફાયો કર્યો

શ્રેયંકા પાટીલે મેચમાં માત્ર 18 બોલ ફેંક્યા હતા, જેમાં તેણે માત્ર 2 રન જ આપ્યા હતા અને તેણે હોંગકોંગની અડધી ટીમનો સફાયો કરી દીધો હતો. શ્રેયંકાએ પહેલા જ બોલ પર વિકેટ લઈને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. પાટીલે મરિના લેમ્પલોને બોલ્ડ કરી હતી. તેની આ ઓવર મેઇડન પણ રહી હતી. આ પછી બીજી જ ઓવરમાં શ્રેયંકાએ ત્રણ વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ WTC Final: અશ્વિનને ટીમમાંથી બહાર રાખવાના મુદ્દે સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને પૂછ્યો મોટો સવાલ

હોંગકોંગની ઈનિંગની 11મી ઓવરમાં શ્રેયંકાએ હિલને આઉટ કરી, તેના પછીના બોલ પર બેટી ચાન પણ તેનો શિકાર બની. પાંચમા બોલ પર શ્રેયંકાએ બીજી વિકેટ લીધી. આ પછી, તેની ત્રીજી ઓવરમાં, શ્રેયંકાએ પહેલા જ બોલ પર વિકેટ લઈને પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી.

ટીમ ઈન્ડિયાની મોટી જીત

વિરોધી ટીમને માત્ર 34 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત હતી. ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેના અંત પહેલા જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત A એ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર 32 બોલ લાગ્યા હતા. ભારતીય કેપ્ટન શ્વેતા સેહરાવત માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. પરંતુ વિકેટકીપર છેત્રી અને ગોંગડી ત્રિશાએ ટીમ ઈન્ડિયાને આસાનીથી જીત અપાવી હતી.

તમને જણાવી દઈએ કે ભારતે નેપાળ સામે આગામી મેચ 15 જૂને રમવાની છે, જ્યારે 17 જૂને પાકિસ્તાન સાથે ટક્કર થશે. તમામ ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાનું ફોર્મ જોતાં પાકિસ્તાનને હરાવવું ભારત માટે એટલું મુશ્કેલ નહીં હોય.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article