IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે 19 જુલાઈએ થશે ટક્કર, એશિયા કપનું શેડ્યૂલ જાહેર

વિમેન્સ એશિયા કપ 2024નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ 19 જુલાઈએ રમાશે. આ ટુર્નામેન્ટ શ્રીલંકાના દામ્બુલામાં યોજાશે. ફાઈનલ 28મી જુલાઈના રોજ યોજાશે. મોટા સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 જુલાઈના રોજ ટક્કર થવા જઈ રહી છે.

IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે 19 જુલાઈએ થશે ટક્કર, એશિયા કપનું શેડ્યૂલ જાહેર
India vs Pakistan
| Updated on: Jun 25, 2024 | 9:22 PM

T20 વર્લ્ડ કપ 2024 વચ્ચે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તૈયારીઓ કરવામાં આવી છે. હા, એશિયન ક્રિકેટ કાઉન્સિલે 19 જુલાઈથી શરૂ થઈ રહેલા મહિલા એશિયા કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 19મી જુલાઈના રોજ UAE અને નેપાળ વચ્ચે થશે, જ્યારે તે જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે અને આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો શ્રીલંકાના દામ્બુલામાં રમાશે.

એશિયા કપનું સમયપત્રક જાહેર

એશિયા કપમાં કુલ 8 ટીમો ભાગ લેશે જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારતની સાથે પાકિસ્તાન, UAE અને નેપાળનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા અને થાઈલેન્ડની ટીમો છે. એશિયા કપની ફાઈનલ 28 જુલાઈના રોજ રમાશે.

એશિયા કપ શેડ્યૂલ:

  • જુલાઈ 19- UAE vs નેપાળ (બપોરે 2)
  • જુલાઈ 19- ભારત vs પાકિસ્તાન (સાંજે 7)
  • જુલાઈ 20- મલેશિયા vs થાઈલેન્ડ (બપોરે 2)
  • જુલાઈ 20- શ્રીલંકા vs બાંગ્લાદેશ (સાંજે 7)
  • જુલાઈ 21- ભારત vs UAE (બપોરે 2)
  • જુલાઈ 21- પાકિસ્તાન vs નેપાળ (સાંજે 7)
  • જુલાઈ 22- શ્રીલંકા vs મલેશિયા (2 વાગ્યા)
  • જુલાઈ 22- બાંગ્લાદેશ vs થાઈલેન્ડ (સાંજે 7)
  • જુલાઈ 23- પાકિસ્તાન vs UAE (બપોરે 2)
  • જુલાઈ 23- ભારત vs નેપાળ (સાંજે 7)
  • જુલાઈ 24- બાંગ્લાદેશ vs મલેશિયા (2 વાગ્યા)
  • જુલાઈ 24- શ્રીલંકા vs થાઈલેન્ડ (સાંજે 7)
  • જુલાઈ 26- સેમીફાઈનલ 1 (બપોરે 2)
  • જુલાઈ 26- સેમીફાઈનલ 2 (સાંજે 7)
  • જુલાઈ 28- ફાઈનલ (સાંજે 7 વાગ્યે)

મહિલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો દબદબો

મહિલા એશિયા કપની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. અત્યાર સુધી આ ટૂર્નામેન્ટની 8 સિઝન રમાઈ છે જેમાંથી ટીમ ઈન્ડિયાએ 7 સીઝન જીતી છે. બાંગ્લાદેશે વર્ષ 2018માં એશિયા કપ જીત્યો હતો. બાંગ્લાદેશે ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને 3 વિકેટે હરાવ્યું હતું. જો કે, ટીમ ઈન્ડિયાએ 2022માં યોજાયેલા એશિયા કપમાં ફરીથી ટાઈટલ પર કબજો કર્યો હતો. ભારતે ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું.

આ પણ વાંચો: ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે વિરાટ કોહલીનું વિશાળ સ્ટેચ્યુ, ચાહકોએ કહ્યું- ‘ક્રિકેટનો ભગવાન’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો