શ્રીલંકામાં અચાનક બદલાયો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, આ સ્ટારને મળી મોટી જવાબદારી

ભારતીય ટીમે શ્રીલંકામાં મોટો ફેરફાર કર્યો છે. મહિલા એશિયા કપની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચમાં ટીમ ઈન્ડિયા નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી છે. હરમનપ્રીત કૌર આ મેચનો ભાગ નથી. એવામાં ટીમની કેપ્ટન આજની મેચમાં બદલાઈ ગઈ છે.

શ્રીલંકામાં અચાનક બદલાયો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, આ સ્ટારને મળી મોટી જવાબદારી
India vs Nepal
| Updated on: Jul 23, 2024 | 8:45 PM

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે. મેન્સ ટીમે 27 જુલાઈથી શ્રીલંકા સામે 3 મેચની T20 સિરીઝ રમવાની છે. આ પછી બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી રમાશે. તો બીજી તરફ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપમાં રમી રહી છે. ભારતીય ટીમ નેપાળ સામે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમી રહી છે. આ મેચમાં ભારતીય ટીમ મોટા ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે.

શ્રીલંકામાં અચાનક કેપ્ટન બદલાયો

નેપાળ સામે રમાઈ રહેલી આ મેચમાં સ્મૃતિ મંધાના ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહી છે. જોકે હરમનપ્રીત કૌર આ મેચનો ભાગ નથી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં, હરમનપ્રીત કૌરને ટૂર્નામેન્ટની મોટી મેચો પહેલા આરામ આપવામાં આવ્યો છે. હરમનપ્રીત ગ્રુપ સ્ટેજની પ્રથમ બે મેચમાં રમતી જોવા મળી હતી. તેમના સિવાય પૂજા વસ્ત્રાકર પણ પ્લેઈંગ 11નો ભાગ નથી. તેને આરામ પણ આપવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલ લગભગ નિશ્ચિત

ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 2 મેચ રમી છે અને બંને મેચ જીતી છે. ભારતે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ પછી ભારતીય ટીમે UAEની ટીમને હરાવી હતી. ટીમ ઈન્ડિયા હાલ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે અને જો તે આ મેચ જીતશે તો સેમીફાઈનલમાં પહોંચી જશે. ભારતની જીતનો ફાયદો પાકિસ્તાનને પણ થશે. વાસ્તવમાં પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો આ મેચ હારી જશે તો નેપાળની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને પાકિસ્તાન સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ જશે.

બંને ટીમની પ્લેઈંગ 11

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન:

શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના (કેપ્ટન), દયાલન હેમલતા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, એસ સજના, રાધા યાદવ, તનુજા કંવર, રેણુકા ઠાકુર સિંહ, અરુંધતી રેડ્ડી.

નેપાળની પ્લેઈંગ ઈલેવન:

સમજૌતા ખડકા, સીતા રાણા મગર, કબીતા કુંવર, ઈન્દુ બર્મા (કેપ્ટન), ડોલી ભટ્ટા, રૂબીના છેત્રી, પૂજા મહતો, કબીતા જોશી, કાજલ શ્રેષ્ઠા (વિકેટકીપર), સબનમ રાય, બિંદુ રાવલ.

આ પણ વાંચો: ગૌતમ ગંભીર બાદ હવે યુવરાજ સિંહ બનશે કોચ, ગુજરાત ટાઈટન્સ મેનેજમેન્ટે કર્યો યુવીનો સંપર્ક

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:34 pm, Tue, 23 July 24