ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022 (ICC Women’s World Cup 2022) પહેલા તેની બીજી પ્રેક્ટિસ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 81 રનથી હરાવ્યું. ભારતે તેની બંને પ્રેક્ટિસ મેચ જીતી છે. મિતાલી રાજ (Mithali Raj) ની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 258 રન બનાવ્યા હતા. તે માટે ઓપનર સ્મૃતિ મંધાનાએ 66 અને દીપ્તિ શર્માએ 51 રન બનાવ્યા હતા. ત્યારબાદ, પૂજા વસ્ત્રાકર (3/21)ના નેતૃત્વમાં, બોલરોની એકજુટ રમતના આધારે વેસ્ટ ઈન્ડિઝને નવ વિકેટે 177 રન જ કરવા દેવામાં આવ્યા હતા. આ સાથે ભારતે વર્લ્ડ કપ પહેલા જોરશોરથી તૈયારીઓ કરી લીધી છે.
ભારતે આ બે મેચ પહેલા ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ODI પણ જીતી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ સતત ત્રણ વન-ડે જીતી છે. વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 6 માર્ચે પાકિસ્તાન સામે છે. ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્યારેય મેચમાં પોતાનો પક્ષ મજબૂત કરતી જોવા મળી ન હતી. તોફાની બેટ્સમેન ડિઆન્ડ્રા ડોટિન માત્ર એક રન બનાવીને પરત ફરી હતી.
ઝુલન ગોસ્વામી અને મેઘના સિંહે વિન્ડીઝની ટીમને શરૂઆતથી જ દબાણમાં મૂકી દીધી હતી. પ્રથમ ત્રણ ઓવરમાં માત્ર એક રન થયો હતો. જેના કારણે ડોટિનની વિકેટ પડી હતી. વિન્ડીઝની ટીમ 10 ઓવરમાં 27 રન બનાવી શકી હતી. આલિયા એલન (12) પણ રન ન બનાવવાના દબાણને કારણે વાપસી કરી હતી. તે પૂજા વસ્ત્રાકરનો પ્રથમ શિકાર બની હતી. કેપ્ટન સ્ટેફની ટેલર (8), કેસેનિયા નાઈટ (23) પણ ખાસ કરી શકી ન હતી. જેના કારણે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર ચાર વિકેટે 53 રન થઈ ગયો હતો.
A solid show with the bat 👍
An impressive display with the ball 💪#TeamIndia beat West Indies by 81 runs in the #CWC22 warm-up game. 👏 👏 #INDWvWIW
📸 📸: ICC/Getty Images pic.twitter.com/aMlGYVyNYJ
— BCCI Women (@BCCIWomen) March 1, 2022
હેલી મેથ્યુસ (44) અને શીમેન કેમ્પબેલ (63)એ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 69 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ રન ખૂબ જ ધીરે ધીરે બનાવ્યા હતા. ત્યારબાદ મેઘના સિંહે મેથ્યુઝને આઉટ કરીને આ જોડી તોડી હતી. ત્યારબાદ દીપ્તિ શર્મા અને રાજેશ્વરી ગાયકવાડે ચેડેન નેશન (1), ચિનેલ હેનરી (8) અને ચેરી એન ફ્રેઝર (6)ને આઉટ કરીને ભારતની જીત નિશ્ચિત કરી હતી. ભારત તરફથી પૂજાએ ત્રણ, મેઘના, રાજેશ્વરી અને દીપ્તિને બે-બે વિકેટ મળી હતી. ઝુલન ગોસ્વામીને કોઈ વિકેટ મળી ન હતી પરંતુ તેની આઠ ઓવરમાંથી બે ઓવર મેડન હતી અને બાકીના ઓવરમાં માત્ર 14 રન જ ગયા હતા.
આ પહેલા ભારતે 50 ઓવરમાં 258 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. જ્યારે દીપ્તિ શર્માએ 51 અને યાસ્તિકા ભાટિયાએ 42 રન બનાવ્યા હતા.
Published On - 12:37 pm, Tue, 1 March 22