શાકિબ અલ હસન (Shakib Al Hasan) ફરી એકવાર બાંગ્લાદેશ ODI ટીમનો કેપ્ટન બન્યો છે. એશિયા કપ (Asia Cup 2023) અને વર્લ્ડ કપ (World Cup 2023) પહેલા બાંગ્લાદેશે મોટો નિર્ણય લીધો છે. તમીમ ઈકબાલના સ્થાને શાકિબનો સમાવેશ થયો છે. જેમણે ભૂતકાળમાં નિવૃત્તિમાંથી પરત ફર્યા બાદ કેપ્ટનશીપ છોડી દીધી હતી. શાકિબ અલ હસન બાંગ્લાદેશ (Bangladesh)નો કેપ્ટન બન્યો, પરંતુ ભારતીય ચાહકોના ચહેરા પર ખુશી દેખાવા લાગી છે.
શાકિબના કેપ્ટન બનતાની સાથે જ ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ચેમ્પિયન બનવાના ચાન્સ વધી ગયા છે, લોકો એવું માનવા લાગ્યા છે. તેમની આ માન્યતા પાછળનું કારણ પણ આશ્ચર્યજનક છે. શાકિબની કેપ્ટનશિપ અને ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ચેમ્પિયન બનવા વચ્ચેનું કનેક્શન જબરદસ્ત છે.
Shakib Al Hasan in World Cups:
2007 – Player
2011 – Captain
2015 – Player
2019 – Player
2023 – Captain* pic.twitter.com/jIZ2KHAvEg— Johns. (@CricCrazyJohns) August 11, 2023
વાસ્તવમાં ભારત વર્લ્ડ કપ 2023ની યજમાની કરી રહ્યું છે. ભારત પહેલી વાર એકમાત્ર યજમાન દેશ બન્યું છે. હકીકતમાં, આ પહેલા ત્રણ વખત ભારતમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્રણેય વખત પાડોશી દેશો સાથે મળીને આયોજન કરવામાં આવ્યું હતું. 1987માં પાકિસ્તાન સાથે, 1996માં પાકિસ્તાન અને શ્રીલંકા સાથે અને 2011માં બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે ભારતે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. 2011માં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન પણ બની હતી, પરંતુ તે પછી ભારતીય ટીમ કોઈ વર્લ્ડ કપ જીતી શકી નથી.
ફરી એકવાર આ મેગા ઈવેન્ટ ભારતમાં પાછી ફરી છે અને દેશના દરેક ચાહકોને એવું લાગવા માંડ્યું છે કે ભારત પાસે ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનવાની સુવર્ણ તક છે. એક પછી એક સંયોગો બનવા લાગ્યા ત્યારે ભારતીય ચાહકોએ તેમની આશા મજબૂત થતી જોવાનું શરૂ કર્યું. હવે શાકિબની કેપ્ટનશિપને લઈને એક સંયોગ બન્યો છે. શાકિબ લાંબા સમય બાદ બાંગ્લાદેશ વનડે ટીમનો કેપ્ટન બન્યો છે. તે વર્લ્ડ કપમાં પણ બાંગ્લાદેશની કેપ્ટનશિપ કરશે. એ વાત પણ રસપ્રદ છે કે તે 2011ના વર્લ્ડ કપમાં પણ બાંગ્લાદેશનો કેપ્ટન હતો.
Shakib Al Hasan will be the only player to captain his team in the 2011 World Cup co-hosted by India and 2023 World Cup hosted by India ❤️ #CWC23 pic.twitter.com/sNGdrDrNtA
— Farid Khan (@_FaridKhan) August 11, 2023
2011 બાદ 2023માં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં પણ શાકિબ તેની ટીમની કેપ્ટનશિપ કરશે અને તે આમ કરનાર એકમાત્ર ખેલાડી હશે. ભારતીય ચાહકો આને ભારતના વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક સાથે જોડી રહ્યા છે અને શાકિબની કેપ્ટનશિપને ભારતનું ગુડ લક માનવામાં આવી રહ્યું છે. સંયોગ માત્ર શાકિબની કેપ્ટનશીપને લઈને જ નથી બન્યો, પરંતુ આવા કેટલાક અન્ય સંયોગો પણ બન્યા, જેના પછી લોકો માને છે કે ટીમ ઈન્ડિયા સાથે બધું 2011 જેવું થઈ રહ્યું છે.
આ પણ વાંચો : Viral: મહિલા વિકેટકીપરે કર્યું અજબ-ગજબ સ્ટમ્પિંગ, સ્ટેડિયમમાં હાજર તમામ હસવા લાગ્યા, જુઓ Video
2011 World Cup Final: 11 years ago, billion dreams were fulfilled with Dhoni’s ‘magnificent strike’
Read @ANI Story | https://t.co/tg3HqYbdV0#2011worldcup #MSDhoni pic.twitter.com/9GA4WyVlkc
— ANI Digital (@ani_digital) April 2, 2022
ટીમ ઈન્ડિયા મુખ્ય ઈવેન્ટ પહેલા 2 વોર્મ-અપ મેચ રમશે. પ્રથમ વોર્મ-અપ મેચમાં તે 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે ટકરાશે, જ્યારે 2011માં ભારત વોર્મ-અપ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો.
નેધરલેન્ડની ટીમ 2011ના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં પણ સફળ રહી હતી અને 2023ના વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરવામાં પણ સફળ રહી છે. નેધરલેન્ડ ક્વોલિફાયરમાં રનર્સ અપ રહ્યું હતું.
2011નો વર્લ્ડ કપ રમતા પહેલા ઈંગ્લેન્ડે 2010માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ વર્ષે પણ ઈંગ્લેન્ડ T20 ચેમ્પિયનના તાજ સાથે ODI વર્લ્ડ કપ રમશે. ગત વર્ષે ઈંગ્લેન્ડ T20 ચેમ્પિયન બન્યું હતું.