
ICC T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે સૂર્યકુમાર યાદવ ICC T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. સૂર્યકુમાર યાદવ ઘણા સમયથી ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે પરંતુ ICC ટુર્નામેન્ટમાં આ તેની પહેલી તક છે. હજુ ઘણી ટીમોની જાહેરાત થવાની બાકી છે પરંતુ પ્રશ્ન એ છે કે, શું જાહેર કરાયેલી ટીમમાં કોઈ ફેરફાર કરી શકાય છે?
આગામી વર્ષનો T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે અને 8 માર્ચ સુધી ચાલવાનો છે. ICC ના નિયમો અનુસાર, બધી ટીમોએ વર્લ્ડ કપ અને તમામ ICC ટુર્નામેન્ટ માટે તેમની ટીમોની જાહેરાત ઇવેન્ટના ઓછામાં ઓછા એક મહિના પહેલા કરવી પડશે.
આનો અર્થ એ થયો કે, જો ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની હોય, તો ટીમની જાહેરાત 7 જાન્યુઆરી સુધીમાં કરવી પડશે. આ દરમિયાન જો આપણે BCCI ની વાત કરીએ, તો તેણે 20 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી હતી.
તમને જણાવી દઈએ કે, ICC ને એક મહિના પહેલા સુધી સ્ક્વોડ જાહેર કરવો પડતો હોય છે. ટૂંકમાં તે પહેલા ટીમમાં કોઈપણ બદલાવ કરી શકાય છે, તેના માટે કોઈ ખાસ નિયમ નથી. જો કે, ટુર્નામેન્ટ શરૂ થવાના એક અઠવાડિયા પહેલા ટીમમાં ફેરફાર કરી શકાતો નથી.
જો કોઈ ટીમને ખરેખર જરૂર હોય અને બદલાવ કરવો ફરજીયાત બને તો કરી શકાય છે પરંતુ તેના માટે ICC ને કારણ આપવું પડશે. વધુમાં જ્યારે ટૂર્નામેન્ટ ચાલી રહી હોય અને વચ્ચે કોઈ ખેલાડી ઇજાગ્રસ્ત થઈ જાય તો તેનું રિપ્લેસમેન્ટ પણ આપવામાં આવે છે.
બીસીસીઆઇએ જે ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ કપ માટે જાહેર કર્યું છે, તેમાં તો હજુ કોઈ બદલાવની સંભાવના જોવા મળતી નથી, પરંતુ જો ફરજ પડી તો બદલાવ કરવો પડશે. વર્લ્ડ કપ માટે BCCI દ્વારા જાહેર કરાયેલી ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી પરંતુ જો ફરજ પડી તો બદલાવ કરવો પડશે.
ભારતીય ટીમની જાહેરાત વહેલી કરવામાં આવી છે, કારણ કે જાન્યુઆરીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાશે. સરળ રીતે કહીએ તો, જે ખેલાડીઓને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યા છે, તેઓ 5 મેચ રમશે તો તેમની પ્રેક્ટિસ વધુ સારી થઈ જશે. આનો લાભ ભારતીય ટીમને વર્લ્ડ કપ દરમિયાન જોવા મળી શકે છે.
Published On - 8:30 pm, Mon, 22 December 25