બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી મેચ બ્રિસબેનમાં રમાય હતી. આ મેચમાં સતત વરસાદને કારણે ડ્રો જાહેર કરવામાં આવી હતી. મેચ પૂર્ણ થયા બાદ ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને અચાનક સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમની નિવૃતિએ ક્રિકેટ એક્સપર્ટ સહિત સાથી ખેલાડીઓને પણ હેરાન કરી દીધા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે નિવૃતિની જાહેરાત કરી હતી. ત્યારબાદ તે ભારત આવવા માટે રવાના થયો હતો. તે ચેન્નાઈ એરપોર્ટ પર આવતા તેની પત્ની અને બંન્ને દીકરીઓએ તેમનું શાનદાર સ્વાગત કર્યું હતુ.
Tamil Nadu: Indian cricketer Ravichandran Ashwin returned to Chennai after announcing his retirement from international cricket. He made the announcement after the third Test of the Border-Gavaskar Trophy in Australia. His wife and children welcomed him at the airport pic.twitter.com/SgiZ5wU1dC
— IANS (@ians_india) December 19, 2024
અશ્વિને બ્રિસબેનમાં મેચ પૂર્ણ થયા બાદ ભારત માટે ઉડાન ભરી હતી. ત્યારબાદ 19 ડિસેમ્બરના રોજ ચેન્નાઈ એરપોર્ટ આવ્યો હતો. તેને રિસીવ કરવા માટે તેની પત્ની અને બંન્ને દીકરીઓ આવી હતી. અશ્વિન ચમચમકતી બ્લેક કારમાં બેસી ઘર માટે રવાના થયો હતો. આ કારની કિંમત 1 કરોડથી વધારે છે.
#WATCH | Tamil Nadu: People extend a warm welcome to cricketer Ravichandran Ashwin as he arrives at his residence in Chennai, a day after announcing his retirement from International Cricket. pic.twitter.com/rUt5BFX3rA
— ANI (@ANI) December 19, 2024
અશ્વિન માટે તેના ઘરે સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. સોસાયટીના લોકો પહેલાથી જ ફુલમાળા અને બેન્ડબાજાની સાથે અશ્વિનની રાહ જોઈ રહ્યા હતા. અશ્વિન જેવો કારની નીચે ઉતર્યો તો તેના પિતાએ તેને ગળે લગાવ્યો હતો. તેની માતા પણ ખુબ ઈમોશનલ જોવા મળી હતી. સોસોયટીના લોકોએ પણ અશ્વિનને ફુલના હાર પહેરાવી તેનું સ્વાગત કર્યું હતુ. તો આ દરમિયાન તેના કેટલાક ચાહકોએ અશ્વિનનો ઓટોગ્રાફ લીધો હતો.
બ્રિસબેન ટેસ્ટ બાદ આર અશ્વિને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. અશ્વિને 106 ટેસ્ટ મેચમાં તેમણે 537 વિકેટ લીધી છે. તેમણે કુલ 765 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. તે ભારત માટે સૌથી મોટો મેચ વિનર માંથી એક છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ વચ્ચે સંન્યાસ લીધો છે.