IND vs WI: Yuzvendra Chahal એ તોડ્યો 2018નો પોતાનો જ રેકોર્ડ, જાણો વિન્ડીઝ પ્રવાસ કેમ તેના માટે યાદગાર બન્યું

|

Jul 28, 2022 | 11:59 AM

Cricket : ટીમ ઈન્ડિયા (Team India) ના સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કરતા 17 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

IND vs WI: Yuzvendra Chahal એ તોડ્યો 2018નો પોતાનો જ રેકોર્ડ, જાણો વિન્ડીઝ પ્રવાસ કેમ તેના માટે યાદગાર બન્યું
Yuzvendra Chahal (PC: Twitter)

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) ના સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી વન-ડે સિરીઝની ત્રીજી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાના પરફોર્મન્સથી પોતાનો જ ખાસ રેકોર્ડ તોડ્યો હતો. યુઝવેન્દ્ર ચહલે વર્ષ 2018માં પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ તોડ્યો છે. તેના માટે આ કારણોસર પોર્ટ ઓફ સ્પેન એટલે કે વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ વન-ડે સીરિઝ ખાસ અને યાદગાર બની હતી. ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ 119 રને જીતી લીધી હતી.

યુઝવેન્દ્ર ચહલે ત્રીજી મેચમાં 4 વિકેટ ઝડપી હતી

વનડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે 36 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા હતા. આ દરમિયાન શુભમન ગિલ (Shubman Gill) એ 98 રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ 119 રને જીતી લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે આ મેચમાં 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ તેનું ત્રીજું શ્રેષ્ઠ વનડે પ્રદર્શન હતું.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

જાણો, છેલ્લા 5 વર્ષમાં યહલનો કેવો રહ્યો બોલિંગ રેકોર્ડ

ભારતના યુવા સ્પિનર યુઝવેન્દ્ર ચહલે વર્ષ 2019 માં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન વનડેમાં 42 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ તેની ODI કારકિર્દીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. આ પહેલા તેણે 2018માં દક્ષિણ આફ્રિકા સામે 22 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ તેની ODI કારકિર્દીનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જ્યારે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 17 રનમાં 4 વિકેટ લેવાનું ત્રીજું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.

 

 

યુઝવેન્દ્ર ચહલનો વન-ડે માં સર્વશ્રેષ્ઠ બોલિંગના આંકડાઃ

  1. 6/42 vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન (2019)
  2. 5/22 vs સાઉથ આફ્રિકા, સેંચુરિયન (2018)
  3. 4/17 vs વેસ્ટ ઇન્ડિઝ, પોર્ટ ઓફ સ્પેન (2022)*
  4. 4/46 vs સાઉથ આફ્રિકા, કેપ ટાઉન (2018)
  5. 4/47 vs ઇંગ્લેન્ડ, લોર્ડસ (2022)
Next Article