New Delhi : 1 મહિનાના આરામ બાદ 12 જુલાઈ, 2023થી ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરુઆત કરશે. આજે 23 જૂનના રોજ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે વનડે ટીમમાં ગુજ્જુ ક્રિકેટર જયદેવ ઉનડકટને (Jaydev Unadkat) પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેની પાસે 10 વર્ષ બાદ વન-ડેમાં એન્ટ્રી કરવાની તક છે.
ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરુઆત ટેસ્ટ મેચથી થશે. 12 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ થશે. 3 મેચની વનડે સિરીઝ 27 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે થશે. જ્યારે 6 થી 13 ઓગસ્ટ વચ્ચે 5 મેચની ટી20 મેચની સિરીઝ થશે. 3 જુલાઈના રોજ ભારતીય ક્રિકેટરો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે સ્પોર્ટ સ્ટાફ સાથે ભારતથી રવાના થશે.
આ પણ વાંચો : PM Modi In USA :વ્હાઇટ હાઉસમાં ડિનર દરમિયાન PM Modiએ અમેરિકાની ક્રિકેટ ટીમના વખાણ કર્યા, બાઈડનનું રિએક્શન વાયરલ
10 વર્ષ પહેલા જયદેવ ઉનડકટે બ્લૂ જર્સીમાં મેદાન પર કહેર મચાવ્યો હતો. તે છેલ્લે વર્ષ 2013માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે રમ્યો હતો. ત્યાર બાદ તેને ભારત માટે વનડેમાં રમવાની તક મળી ના હતા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે ટીમમાં તેને સ્થાન મળ્યું હતું. પણ પ્લેઈંગ ઈલેવનમાં તેને તક મળી ના હતી. જયદેવ ઉનડકટ પાસે વેસ્ટ ઈન્ડિઝ સામે સારુ પ્રદર્શન કરીને વર્લ્ડ કપમાં માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની પણ તક છે.
ભારતીય ટીમ માટે
આઈપીએલ, રણજી જેવી ટુર્નામેન્ટમાં
તારીખ | મેચ | સ્થળ |
27 જુલાઈ | પ્રથન વન-ડે | કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ |
29 જુલાઈ | બીજી વન-ડે | કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ |
01 ઓગસ્ટ | ત્રીજી વન-ડે | ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ |
જયદેવ ઉનડકટ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , મોહમ્મદ સિરાજ , ઉમરાન મલિક , મુકેશ કુમાર