WI vs BAN: વિન્ડીઝને જીતવા માટે માત્ર 35 રનની જરૂર, બાંગ્લાદેશને બીજી ઇનિંગમાં મોટો સ્કોર બનાવતા રોક્યું

|

Jun 19, 2022 | 11:20 AM

Cricket : કેરેબિયન ટીમની (Windies Cricket) શરૂઆત પણ ઘણી ખરાબ રહી હતી. સુકાની ક્રેગ બ્રેથવેટ 1 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ રેમન રેફર પણ 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. એનક્રુમા બોનર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

WI vs BAN: વિન્ડીઝને જીતવા માટે માત્ર 35 રનની જરૂર, બાંગ્લાદેશને બીજી ઇનિંગમાં મોટો સ્કોર બનાવતા રોક્યું
Windies Cricket (PC: West Indies Cricket)

Follow us on

એન્ટિગુઆમાં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ (West Indies Cricket Team) અને બાંગ્લાદેશ (Bangladesh Cricket Team) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ (WI vs BAN) ના ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં કેરેબિયન ટીમે તેની બીજી મેચમાં 49 રનનો સ્કોર કર્યો હતો અને મહત્વની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે યજમાન ટીમને હવે મેચ જીતવા માટે માત્ર 35 રનની જ જરૂર છે. જર્માઈન બ્લેકવુડ 17 અને જ્હોન કેમ્પબેલ 28 રને ક્રિઝ પર રમી રહ્યા છે. અગાઉ બાંગ્લાદેશની ટીમે બીજી ઇનિંગમાં 245 રનમાં સમેટાઈ ગઇ હતી. જેથી વિન્ડીઝ ટીમને માત્ર 84 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

ત્રીજા દિવસે બાંગ્લાદેશની શરૂઆત ખાસ રહી ન હતી અને નજમુલ હુસેન શાંતો 17 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. મોમિનુલ હક પણ ખાસ કઇ કરી શક્યો ન હતો અને માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. લિટન દાસે 17 રનનું યોગદાન આપ્યું હતું. મહમુદુલ હસન જોય પણ 42 રન બનાવીને આઉટ થયો હતો. 109 ના સ્કોર પર છ વિકેટ ગુમાવનાર બાંગ્લાદેશ મુશ્કેલીમાં દેખાઈ રહ્યું હતું. પરંતુ અહીંથી શાકિબ અલ હસન અને નુરુલ હસને સદીની ભાગીદારી કરીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. જો કે બંને બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા અને અડધી સદી ફટકારીને આઉટ થયા હતા. શાકિબ 63 અને નુરુલ 64 રને કેમાર રોચનો શિકાર બન્યા હતા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

 

લોઅર ઓર્ડર તરફથી કોઈ નોંધપાત્ર યોગદાન મળ્યું ન હતું અને સમગ્ર ટીમ 90.5 ઓવરમાં 245 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેમાર રોચે શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા પાંચ વિકેટ ઝડપી હતી.

વિન્ડીઝ ટીમની શરૂઆત પણ ખરાબ રહી

84 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કેરેબિયન ટીમની શરૂઆત પણ ઘણી ખરાબ રહી હતી. સુકાની ક્રેગ બ્રેથવેટ 1 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ રેમન રેફર પણ 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. એનક્રુમા બોનર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આ રીતે કેરેબિયન ટીમની 9 રનના સ્કોર પર 3 વિકેટ પડી ગઇ હતી. અહીંથી જ્હોન કેમ્પબેલ (28*) અને જર્માઈન બ્લેકવુડ (17*) એ ટીમને વધુ ફટકો પડવા દીધો ન હતો. સ્ટમ્પ સુધી વેસ્ટ ઈન્ડિઝે 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 49 રન બનાવ્યા હતા.

Next Article