સંજુ સેમસનની જર્સી પર DHONI કેમ લખેલું છે? કારણ છે ખૂબ જ ખાસ

ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન હાલમાં કેરળ ક્રિકેટ લીગમાં રમી રહ્યો છે. તેણે તાજેતરમાં આ લીગમાં એક તોફાની સદી ફટકારી છે. તે તેની બેટિંગ તેમજ તેની જર્સીને કારણે ચાહકોમાં ચર્ચામાં છે. તેની જર્સી પર ધોની લખેલું છે. જાણો શું છે આ પાછળનું કારણ.

સંજુ સેમસનની જર્સી પર DHONI કેમ લખેલું છે? કારણ છે ખૂબ જ ખાસ
MS Dhoni & Sanju Samson
Image Credit source: PTI
| Updated on: Aug 25, 2025 | 6:51 PM

ભારતીય ક્રિકેટ સ્ટાર સંજુ સેમસન ફરી એકવાર કેરળ ક્રિકેટ લીગ (KCL) 2025માં હેડલાઈનમાં છે. 25 ઓગસ્ટના રોજ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં કોચી બ્લુ ટાઈગર્સ માટે રમતા, તેણે તોફાની ઈનિંગ રમી અને સદી ફટકારી. આ મેચમાં પણ તેની ટીમ છેલ્લા બોલ પર જીતી ગઈ. આ દરમિયાન સંજુની જર્સીએ પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું. સંજુની જર્સી પર ‘ધોની’ નામ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેની જર્સી પર આ નામ ‘ધોની’ કેમ છપાયેલું છે?

KCL 2025માં સંજુ સેમસનની દમદાર બેટિંગ

સંજુ સેમસનને કેરળનો સૌથી મોટો ક્રિકેટ સ્ટાર માનવામાં આવે છે. KCL 2025ની હરાજીમાં, તેને કોચી બ્લુ ટાઈગર્સ દ્વારા રેકોર્ડ 26.75 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, જેના કારણે તે લીગનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. આ ટુર્નામેન્ટમાં, સંજુ તેની ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે, જેનું નેતૃત્વ તેના મોટા ભાઈ સેલી સેમસન કરી રહ્યા છે. તેણે આ સદી એરીઝ કોલ્લમ સેઈલર્સ સામે રમી હતી. આ મેચ જોવા માટે 11 હજારથી વધુ ચાહકો આવ્યા હતા. તેણે આ મેચમાં 51 બોલમાં 121 રન બનાવ્યા હતા, જેમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થતો હતો.

 

ધોની એપ ટીમની સ્પોન્સર

આ મેચ દરમિયાન, સંજુ સેમસનની ઈનિંગની સાથે, તેની જર્સી પર ‘ધોની’ નામે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. ચાહકોએ પ્રશ્ન કરવાનું શરૂ કર્યું કે શું આ મહેન્દ્ર સિંહ ધોની સાથે સંબંધિત છે? ખરેખર, કોચી બ્લુ ટાઈગર્સની જર્સી પર સ્પોન્સર તરીકે ‘ધોની’ નામ છપાયેલું છે. આ ‘ધોની એપ’નો લોગો છે, જે આ ટીમનો ઓફિશિયલ સ્પોન્સર છે. આ લોગો બધા ખેલાડીઓની જર્સી પર હાજર છે, અને સંજુ પણ તેનો એક ભાગ છે.

ધોની એપ શું છે?

ધોની એપ એ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એમએસ ધોની દ્વારા શરૂ કરાયેલ એક લોયલ્ટી એન્ડ ફેન્સ એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ ધોનીના જીવનના ખાસ ક્ષણોને તેના ચાહકો સાથે શેર કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ એપ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જેમ કામ કરે છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર મફત ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: બોલ પર બેઠેલી માખીએ બનાવ્યો ચેમ્પિયન, ખેલાડી 2 મિલિયન ડોલર જીત્યો, વીડિયો વાયરલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:50 pm, Mon, 25 August 25