
Under-19 World Cup : ભવિષ્યના સુપરસ્ટાર માટે મંચ ઝિમ્બાબ્વે અને નામીબિયામાં સેટ કરવામાં આવ્યું છે.ઝિમ્બાબ્વે અને નામીબિયા બંન્ને દેશ ગ્રુપ સ્ટેજના 12-12 મેચની મેજબાની કરશે. ત્યારબાદ રાઉન્ડ, સુપર સિક્સ અને સુપર સિક્સમાં સ્થાન જગ્યા ન મેળવનારી ટીમો વચ્ચે પ્લેઓફ, ઝિમ્બાબ્વે અને નીમીબિયા વચ્ચે વેચાશે. ત્યારબાદ નોકઆઉટ રાઉન્ડ હશે. જે તમામ ઝિમ્બાબ્વેમાં રમાશે. ક્વીન્સ સ્પોર્ટસ ક્લબ અને હરારે સ્પોર્ટ્સ ક્લબમાં 3 અને 4 ફેબ્રુઆરીના રોજ સેમિફાઈનલ હશે. તેમજફાઈનલ મેચ 6 ફેબ્રુઆરીના રોજ હરારેમાં રમાશે.
અંડર-19 વર્લ્ડકપમાં કુલ 16 ટીમ ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, ભારત,બાંગ્લાદેશ,ઈંગ્લેન્ડ,આયરલેન્ડ,પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ,શ્રીલંકા,સાઉથ આફ્રિકા તેમજ વેસ્ટઈન્ડિઝ સિવાય અફઘાનિસ્તાન, જાપાન, અમેરિકા,નામીબિયા,તંજાનિયા અને સ્કોટલેન્ડ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ અંડર 19 ટીમની પ્રબળદાવેદાર માનવામાં આવી રહી છે.
આઈસીસી અંડર-19 પુરુષ ક્રિકેટ વર્લ્ડકપમાં કોઈ પ્રાઈઝમની હોતી નથી. આ ટૂર્નામેન્ટ ખાસ કરીને યુવા ખેલાડીઓના વિકાસ પર ધ્યાન આપે છે. જીતનારી ટીમોના નેશનલ ક્રિકેટ બોર્ડ્સ હંમેશા પોતાના ખેલાડીઓને કૈશ રિવોર્ડ આપે છે. 2024માં ભારતની જીત પર બીસીસીઆઈએ દરેક ખેલાડીને 30 લાખ રુપિયા આપ્યા હતા. મહિલાના અંડર-19 ટી20 વર્લ્ડકપ 2025માં જીતવા પર બીસીસીઆઈએ આખી ટીમને 5 કરોડ રુપિયા આપ્યા હતા.
અંડર-19 પુરુષ ક્રિકેટ વર્લ્ડકપમાં ડીઆરએસનો ઉપયોગ થતો નથી. દરેક મેચમાં ટીવી અમ્પાયર જરુર હોય છે.
ભારતીય ટીમે અત્યારસુધી કુલ 5 વખત અંડર-19નો વર્લ્ડકપ જીત્યો છે. આ વખતે પણ અંડર 19 વર્લ્ડકપ 2026માં ભારતીય ખેલાડીઓ છઠ્ઠી વખત ખિતાબ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં આવી છે.2000, 2008, 2012, 2018 અને 2022માં ખિતાબ જીતનાર ટીમ ઈન્ડિયા ફરી એકવાર મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. 2024ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારનો બદલો લેવાની પણ આ એક સારી તક છે.