રોહિત શર્માનો બ્રોન્કો ટેસ્ટ કેમ ન થયો ? મોટું કારણ બહાર આવ્યું

ટીમ ઈન્ડિયાનો અનુભવી બેટ્સમેન રોહિત શર્મા વનડે ટીમમાં વાપસી કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. ગયા અઠવાડિયે રોહિત શર્માએ યો-યો ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કર્યો હતો, પરંતુ તેનો બ્રોન્કો ટેસ્ટ લેવામાં આવ્યો નહોતો. હવે આનું મોટું કારણ સામે આવ્યું છે.

રોહિત શર્માનો બ્રોન્કો ટેસ્ટ કેમ ન થયો ? મોટું કારણ બહાર આવ્યું
Rohit Sharma
Image Credit source: PTI
| Updated on: Sep 03, 2025 | 4:46 PM

ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા માટે ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. ગયા અઠવાડિયે તેણે બેંગલુરુમાં આવેલ BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે યો-યો ટેસ્ટ આપ્યો હતો અને તેને સફળતાપૂર્વક પાસ પણ કર્યો હતો. આ દરમિયાન શુભમન ગિલ અને અન્ય ખેલાડીઓએ પણ યો-યો ટેસ્ટ આપ્યો હતો.

બ્રોન્કો ટેસ્ટ કેમ ન થયો?

અહેવાલો અનુસાર, 31 ઓગસ્ટે રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓએ યો-યો ટેસ્ટ આપ્યો હતો અને બ્રોન્કો ટેસ્ટની પણ તૈયારી થઈ ગઈ હતી, પરંતુ BCCI દ્વારા આ ટેસ્ટ હજુ ઓફિશિયલી લાગુ કરવામાં આવ્યો ન હોવાથી રોહિત શર્માનો બ્રોન્કો ટેસ્ટ લેવાયો નહોતો. ટીમ ઈન્ડિયાના સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનિંગ કોચ એડ્રિયન લી રોક્સે આ અંગે સ્પષ્ટતા કરી છે કે બ્રોન્કો ટેસ્ટ વિશે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હાલમાં તે અમલમાં નથી મૂકાયો.

એશિયા કપ પહેલા થશે બ્રોન્કો ટેસ્ટ?

એક અહેવાલો મુજબ, આ બ્રોન્કો ટેસ્ટ એશિયા કપ પહેલા દુબઈમાં યોજાઈ શકે છે. ટીમ ઈન્ડિયા 4 સપ્ટેમ્બરે દુબઈ માટે રવાના થશે અને 5 સપ્ટેમ્બરે ICC એકેડેમી ખાતે ટીમનું પહેલું ટ્રેનિંગ સેશન યોજાશે. જો BCCI ઈચ્છે તો બ્રોન્કો ટેસ્ટ ત્યાં લેવામાં આવી શકે છે. જોકે, અત્યાર સુધીમાં આ અંગે કોઈ ઔપચારિક પુષ્ટિ થઈ નથી.

લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર

ટેસ્ટ અને T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો રોહિત શર્મા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેણે છેલ્લે 9 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમી હતી, જેમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ટ્રોફી જીતી હતી, ત્યારથી રોહિત શર્મા અને રોહિત કોહલી બંને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી દૂર છે.

ઓસ્ટ્રેલિયા સામે વાપસીની સંભાવના

હવે અહેવાલો અનુસાર, બંને ખેલાડીઓ આગામી ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડે મેચોની શ્રેણી માટે વાપસી કરી શકે છે. બંને પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા છે અને રોહિતે ઓસ્ટ્રેલિયા-A સામેની ઘરેલૂ શ્રેણીમાં રમવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: ICC Rule Book EP 34: Hit the Ball Twice – ક્રિકેટમાં વિચિત્ર રીતે આઉટ થવા અંગે સૌથી દુર્લભ અને ખાસ નિયમ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો