આ ખેલાડી મેચ રમતા રમતા ગાતો ગીત, સચિન તેંડુલકરે આ ખેલાડી વિશે ખોલ્યું રાઝ

દરેક લોકોના મનમાં સવાલ થતો હોય છે કે, વીરેન્દ્ર સહેવાગ બેટિંગ કરતી વચ્ચે મેદાનમાં કેમ ગીત ગાતો હતો. જો તમારા મનમાં પણ આ સવાલ છે તો. આજે આનો જવાબ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આપ્યો છે. જાણો

આ ખેલાડી મેચ રમતા રમતા ગાતો ગીત, સચિન તેંડુલકરે આ ખેલાડી વિશે ખોલ્યું રાઝ
| Updated on: Oct 20, 2025 | 2:21 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગની બેટિંગના લાખો ચાહકો હતો. જ્યાં સુધી તે મેદાનમાં હોય છે ત્યાં સુધી બોલરોને પરસેવો થઈ જતો. બેટિંગ દરમિયાન જે રીતે શોર્ટસ રમતો. વિરુદ્ધ ટીમ ચિંતામાં આવી જતી. બેટિંગ દરમિયાન સહેવાગની એક ખાસિયત હતી. તે મેદાનમાં હંમેશા ગીત ગાતો જોવા મળતો હતો. જેની પાછળ અનેક સ્ટોરીઓ છે. પરંતુ સાચી વાત શું છે. તેનો ખુલાસો તેનો પાર્ટનર રહી ચૂકેલા ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે કર્યો છે.

વીરુ તેમનું માથું હલાવતો રહ્યો

એક ખાસ ચર્ચા દરમિયાન સચિને સહેવાગ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હું વીરુને કહી રહ્યો છું કે, બોલર કદાચ અહી જ બોલ નાંખશે. તુ ઓવર માટે તેને જોઈ લેજે.ત્યારબાદ આગામી 48 ઓવર તું મને જોજે. વીરુ તેમનું માથું હલાવતો રહ્યો અને સાથે ગીતો ગાય રહ્યો હતો.3,4,5 ઓવર આવી જ રીતે પસાર થઈ હતી. મેં કીધું આ શું થઈ રહ્યું છે. તો તેમણે કહ્યું મને અત્યારે રોકીશ નહી.

મેદાનમાં હંમેશા ગીત ગાતો

પોતાની વાતને આગળ વધારતા સચિને કહ્યું તેમણે મને જલ્દી જલ્દી કહ્યું જો ગીત બંધ કરી રહ્યો છું તો આ દરમિયાન મારા મગજમાં અનેક વિચારો આવી રહ્યા છે. મારા મગજમાં એક સ્થિર જગ્યા નથી. આમ-તેમ ભટકતું રહે છે. એટલા માટે વ્યસ્ત રહી હું ગીત ગાય રહ્યો છું. ત્યારબાદ મે તેમને ક્યું તારા મગજમાં શું ચાલી રહ્યું છે મને તો જણાવ.ત્યારબાદ આપણે આ રીતે રમીશું.

હું ગીતના શબ્દો ભૂલી ગયો

સેહવાગે કહ્યું, “હું ચેન્નાઈમાં 300 રન પર બેટિંગ કરી રહ્યો હતો. હું ગીતના શબ્દો ભૂલી ગયો. તેથી મેં 12મા ખેલાડી ઇશાંત શર્માને મેદાન પર બોલાવ્યો અને તેને મારા આઇપોડમાંથી ગીતના શબ્દો લેવા કહ્યું, અને તેણે ગીત લીધું. બધાને લાગ્યું કે મેં ઇશાંતને ડ્રિંક માટે બોલાવ્યો છે, પરંતુ ક્યારેક 12મા ખેલાડીનો ઉપયોગ આ રીતે થઈ શકે છે. ગીત ‘તુ જાને ના’ હતું.” સેહવાગે ગોરેગાંવ સ્પોર્ટ્સ ક્લબ પ્રીમિયર લીગની બીજી સીઝનના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી.

 

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો