CSK vs PBKS IPL 2022 Match Prediction: ચેન્નાઈને હારની હેટ્રીક થી બચાવવા રવિન્દ્ર જાડેજાએ પંજાબ કિંગ્સ સામે દમ દેખાડવો જરુરી

|

Apr 02, 2022 | 8:13 PM

Chennai Super Kings vs Punjab Kings Preview: પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને ટીમોએ પોત પોતાની અંતિમ મેચમાં હાર સહન કરવી પડી છે. રવિન્દ્ર જાડેજા માટે હવે જીત કોઈ પણ ભોગે મેળવવી જરુરી બની ચુકી છે.

CSK vs PBKS IPL 2022 Match Prediction: ચેન્નાઈને હારની હેટ્રીક થી બચાવવા રવિન્દ્ર જાડેજાએ પંજાબ કિંગ્સ સામે દમ દેખાડવો જરુરી
Ravndra Jadeja એ ટીમને હવે પ્રથમ જીત અપાવવા દમ દેખાડવો જરુરી છે

Follow us on

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ માં અત્યાર સુધી સારું પ્રદર્શન કરી શકી નથી પરંતુ ડિફેન્ડિંગ ચેમ્પિયનને પરત લાવવા માટે સુકાની રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઈચ્છે છે કે રવિવારે પંજાબ કિંગ્સ સામે તેના ખેલાડીઓ ઘણી બાબતોમાં સુધારો કરે. CSKના અભિયાનની શરૂઆત નિરાશાજનક રુપે થઈ હતી. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે હાર્યા બાદ તેઓ નવી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે હારી ગયા હતા.

જ્યારે શરૂઆતની મેચમાં બેટિંગ યુનિટ નિષ્ફળ ગયું, બીજી મેચમાં ઝાકળ બોલરો માટે મુશ્કેલી ઊભી કરી, 200 થી વધુ રનનો બચાવ કરવામાં નિષ્ફળ રહી. મેચના પરિણામમાં ટોસ મહત્વની ભૂમિકા ભજવે છે, બીજી ઇનિંગમાં ઝાકળને પરિણામે ટીમોએ પીછો કરવાનું પસંદ કર્યું છે અને CSK આશા રાખશે કે તેઓ ભીના બોલથી બોલિંગ કરવા માટે વધુ સારી રીતે તૈયાર છે.

CSK માટે બોલિંગ મુશ્કેલ બની ગઈ છે

જાડેજાએ એલએસજીની હાર બાદ કહ્યું, ‘આ તબક્કામાં ઝાકળ મહત્વનો ભાગ હશે. જો તમે ટોસ જીતો છો, તો તમે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશો. ઘણું ઝાકળ હતું, બોલ પણ હાથમાં આવતો ન હતો, ભીના બોલથી પ્રેક્ટિસ કરવી પડશે. તેને લખનૌની ટીમ સામે ઓલરાઉન્ડર શિવમ દુબેને 19મી ઓવર નાખવાની ફરજ પડી, જેમાં 25 રન થયા અને મેચ તેમના હાથમાંથી નીકળી ગઈ.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

સીએસકેના બોલરોએ હરીફ બેટ્સમેન પર લગામ લગાવવા માટે ચુસ્ત બોલિંગ કરવી પડશે. તુષાર દેશપાંડે અને મુકેશ ચૌધરીએ એલએસજી સામે બોલિંગ કરતી વખતે સંઘર્ષ કર્યો હતો પરંતુ પંજાબની મજબૂત લાઇન-અપ સામે વધુ સારી રીતે રમવું પડશે, ખાસ કરીને સીસીઆઈમાં જ્યાં બોલિંગ સરળ નથી. ડ્વેન બ્રાવોએ ટીમ માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે પરંતુ તેને અન્યના સમર્થનની જરૂર છે. કેપ્ટન જાડેજા પણ તેટલી સારી લયમાં નથી જેના કારણે તેને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની જરૂર પડશે. ઓપનિંગ મેચમાં નિષ્ફળ રહ્યા બાદ લખનૌ સામેની બીજી મેચમાં ચેન્નાઈની બેટિંગ સારી રહી હતી. રોબિન ઉથપ્પા, મોઈન અલી અને દુબેએ સારું પ્રદર્શન કર્યું અને તેઓ તેમના પ્રદર્શનનું પુનરાવર્તન કરવા ઈચ્છશે.

ઋતુરાજ ગાયકવાડ પર દબાણ હેઠળ રહેશે

ગત સિઝનના સૌથી વધુ રન બનાવનાર ઋતુરાજ ગાયકવાડે પણ રન બનાવવા પડશે. મહેન્દ્ર સિંહ ધોની પાસેથી મધ્યમ ઓવરોમાં સારો દેખાવ કરવાની અપેક્ષા છે અને તે ‘ફિનિશર’ની ભૂમિકા ભજવી શકે છે. બીજી તરફ, પંજાબ કિંગ્સની ટીમમાં કેટલાક ‘બિગ હિટર’ છે પરંતુ તેઓ KKR સામે ચૂકી ગયા. છ વિકેટના નુકસાન પછી, ટીમ જીતની લયમાં પરત ફરવા માટે બેતાબ રહેશે અને તેના બેટ્સમેનો તેમાં યોગદાન આપશે તેવી અપેક્ષા રાખશે.

ટોચના ક્રમમાં મયંક અગ્રવાલ, શિખર ધવન અને ભાનુકા રાજપક્ષે હાજર છે, જેનાથી પંજાબ હરીફ ટીમના આક્રમણ પર સરળતાથી પ્રભુત્વ મેળવી શકે છે. ઓડિયોન સ્મિથ અને શાહરૂખ ખાન પણ બોલને બહાર પહોંચાડવા માટે જાણીતા છે અને તેમણે ‘ફિનિશર’ની ભૂમિકા વધુ અને સતત ભજવવાની જરૂર રહેશે. પંજાબે કાગીસો રબાડાને તેમના આક્રમણમાં સામેલ કર્યો હતો, પરંતુ આન્દ્રે રસેલ સામે કોઈપણ બોલર કામ કરી શક્યો ન હતો. તેથી તેઓએ ટૂંક સમયમાં જ એક થઈને યોગ્ય ક્ષેત્રમાં બોલિંગ કરવી પડશે. બે સ્પિનરો, રાહુલ ચહર અને હરપ્રીત બ્રારની ભૂમિકા નિર્ણાયક હશે અને તે મેચના પરિણામમાં મુખ્ય પરિબળ બની શકે છે.

આ પણ વાંચોઃ Sabarkantha: ચિત્ર વિચિત્ર મેળો, નામ પ્રમાણેના મેળામાં રાતભર ખુશીઓ મનાવાય અને સવારે હૈયાફાટ રુદન

આ પણ વાંચોઃ IPL 2022: કેન વિલિયમસનના કેચ આઉટનો વિવાદ વકર્યો, સનરાઈઝર્સ હૈદરાબાદે અધિકારીક રુપે ફરિયાદ નોંધાવી

 

Published On - 8:12 pm, Sat, 2 April 22

Next Article