GT vs CSK, IPL 2023 Final: અમદાવાદમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે મહાસંગ્રામ, કોણ બનશે ચેમ્પિયન? આજે થશે ફેંસલો

|

May 28, 2023 | 10:21 AM

Gujarat Titans vs Chennai Super Kings, IPL 2023 Final: ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રવિવારે ચેમ્પિયન બનવા માટે જંગ ખેલાશે.

GT vs CSK, IPL 2023 Final: અમદાવાદમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે મહાસંગ્રામ, કોણ બનશે ચેમ્પિયન? આજે થશે ફેંસલો
GT vs CSK IPL 2023 Final Match Preview

Follow us on

IPL 2023 Final નો જંગ આજે રવિવારે અમદાવાદમાં ખેલાશે. ચાર વારની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વાર ચેમ્પિયન બનવાનો ઈરાદો રાખશે. જ્યારે ટૂર્નામેન્ટમાં માત્ર બીજી સિઝન રમી રહેલ ગુજરાત ટાઈટન્સ સતત બીજા વર્ષે ટાઈટલ જીતવા માટેનો ઈરાદો રાખશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે 58 દિવસ પહેલા અમદાવાદમાં જ સિઝનની ઓપનિંગ મેચ રમાઈ હતી, હવે સિઝનની અંતિમ મેચ બંને ટીમ વચ્ચે રમાઈ રહી છે. આમ જ્યાંથી શરુઆત ચેન્નાઈ અને ગુજરાતની થઈ હતી, ત્યાં જ અંત થઈ રહ્યો છે.

ગુજરાત ટાઈટન્સે ગત સિઝનમાં ડેબ્યૂ કરતા હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ચેમ્પિયન બની હતી. ગુજરાતની ટીમની આ બીજી સિઝન છે અને સતત બીજી સિઝનમાં ટીમ ફાઈનલ રમી રહી છે. આમ ગુજરાત ટાઈટન્સ આઈપીએલમાં પોતાની શરુઆતથી જ શાનદાર પ્રદર્શન કરી રહી છે. લીગ તબક્કામાં પણ ચાલુ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન વડે સૌથી વધારે 10 મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યુ હતુ. ક્વોલિફાયર-2 માં પાંચ વારની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સન ટીમને 62 રનથી હરાવીને ફાઈનલની ટિકિટ ગુજરાતે મેળવી હતી.

ચેન્નાઈ સામે ગુજરાતની એક જ હાર

હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટાઈટન્સ ટીમનો રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સારો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલમાં માત્ર એક જ વાર ગુજરાત સામે જીત મેળવી શક્યુ છે. IPL 2023 ની ઓપનિંગ મેચમાં ગુજરાત ટાઈટન્સે ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને અભિયાનની શરુઆત કરી હતી. અમદાવાદમાં જ એ મેચ રમાઈ હતી અને જેમાં ધોની સેનાએ હારનો સામનો કરવો પડ્યો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધી આઈપીએલમાં માત્ર ચાર જ વાર આમનો સામનો થયો છે. જેમાં ત્રણ વાર ગુજરાતની જીત થઈ છે. ચેન્નાઈએએ વર્તમાન સિઝનની ક્વોલિફાયર-1 મેચમાં ચેપોકમાં ગુજરાતને હરાવ્યુ હતુ. આ જીત સાથે ચેન્નાઈએ ફાઈનલની ટિકિટ કાપી હતી. આમ ગુજરાતે ચેન્નાઈ સામે પ્રથમ હાર સાથે ક્વોલિફાયર-2 ના રસ્તે ફાઈનલમાં પહોંચવુ પડ્યુ હતુ. આમ ઓવર ઓલ જોવામાં આવે તો ગુજરાતનુ પલડુ ચેન્નાઈ સામે 3-1 થી ભારે છે.

મોદી સ્ટેડિયમમાં ગુજરાતનો દબદબો!

સારી વાત ગુજરાતની ટીમ માટે એ છે કે, ગુજરાત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચમાં ટક્કર લઈ રહ્યુ છે. આ મેદાનમાં ગુજરાતની ટીમના આંકડા ખૂબ જ સારા છે. એક રીતે કહીએ તો મોદી સ્ટેડિયમ ગુજરાતની ટીમને વધારે અનુકૂળ સાબિત થઈ રહ્યુ છે. સિઝનની ઓપનિંગ મેચમાં ગુજરાતે ચેન્નાઈને હરાવીને અભિયાનની શરુઆત અહીં જ કરી હતી. ફાઈનલમાં પહોંચવા માટે અમદાવાદમાં જ મુંબઈ સામે ગુજરાતે જીત મેળવી હતી. ગત સિઝનની ફાઈનલમાં પણ રાજસ્થાન સામે ગુજરાત અમદાવાદમાં જ જીત મેળવીને ડેબ્યૂ સિઝનમાં ચેમ્પિયન બન્યુ હતુ.

ધોની પાસે કેપ્ટનશિપનો ખૂબ અનુભવ છે. વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટનમા તેની ગણના થાય છે. ચેન્નાઈને ચાર વાર આઈપીએલ ચેમ્પિયન અને ભારતીય ક્રિકેટ ટીમને 2 વાર વિશ્વ ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. ઘોની જોશમાં હોશ ગુમાવતો નથી અને એટલે જ કેપ્ટન કૂલ તરીકે તે આગેવાની નિભાવવામાં આગળ જોવા મળતો હોય છે. ચેન્નાઈ સુપર કિંગ્સને ફાઈનલમાં ઉતરતા પહેલા પૂરતો સમય મળ્યો છે. ચેપોકમાં ગત સોમવારે ક્વોલિફાયર-1 મેચ રમ્યા બાદ સીધા રવિવારે મેદાને ઉતરી રહ્યા છે. આમ આરામ બાદ હવે ગુજરાત સામે કોઈ જ દબાણ વિના મેદાને ઉતરશે.

આ પણ વાંચોઃ CSK vs GT Road to IPL Final: અમદાવાદ થી શરુઆત અને અમદાવાદમાં જ અંત, આવી રહી ગુજરાત અને ચેન્નાઈની 58 દિવસની સફર

કહેવુ રહેશે વાતાવરણ

ગત શુક્રવારે અમદાવાદમાં માહોલ વરસાદી બની ગયો હતો. અચાનક જ વાતાવરણ પલટાઈ ગયુ હતુ અને વરસાદ વરસતા ચાહકોમાં ચિંતા છવાઈ ગઈ હતી. જોકે મેચ અડધો કલાક મોડી શરુ થઈ હતી હવે રવિવારે પણ આકાશમાં વાદળો છવાયેલા રહેશે, પરંતુ વરસાદની સંભાવનાઓ ઓછી હોવાની આગાહી છે.

પીચની વાત કરવામાં આવે તો અમદાવાદની પિચ બેટ્સમેનોને માટે સારી રહેવાની સંભાવના છે. જેવો માહોલ ક્વોલિફાયર-2 મેચમાં શુક્રવારે જોવા મળ્યો હતો એવો જ શુક્રવારે જોવા મળી શકે છે. ફાઈનલમાં ખૂબ રન વરસતા જોવા મળી શકે છે.

 

આ પણ વાંચોઃ Hardik Pandya, IPL 2023 Final: હાર્દિક પંડ્યાએ જે કરી હતી પ્રાર્થના એ કામ થઈ ગયુ, હવે સપનુ પુરુ કરવા લગાવશે જોર !

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:20 am, Sun, 28 May 23

Next Article