આઈપીએલ 2025ના રિટેન્શનની તારીખ નજીક આવી ચૂકી છે. ટીમ પોતાનો પ્લાન બનાવી રહી છે. તો કેટલાક ખેલાડીઓ એવા છે. જે હજુ રિટેન્શનના થોડા દિવસ પહેલા ફ્રેન્ચાઈઝી તરફથી ફોનની રાહ જોઈ રહ્યા છે.કેટલાકને જણાવી દીધું છે કે, આ વખતે ટીમ તેને રિટેન કરશે. આ વચ્ચે કોણ રિટેન થશે અને ક્યો ખેલાડી નહિ. આ બધા પહેલા એ વાત જાણી લેવું જરુરી છે કે, રિટેન્શન પહેલા કઈ ટીમ પાસે પર્સમાં કેટલા પૈસા છે.
ગત્ત વખતે જ્યારે આઈપીએલ માટે ઓક્શન યોજાયું ત્યારે ટીમના પર્સમાં 100 કરોડ રુપિયા હતા.એટલે આનાથી તમામ ટીમ પોતાના ખેલાડી ખરીદી શકતી હતી. ત્યારબાદ કેટલીક ટીમોઓ પોતાનો સ્કવોડ પૂર્ણ કર્યો, અને પૈસા પણ વધ્યા હતા.આ વખતે પર્સમાં પણ 100 કરોડ રુપિયાથી વધી 120 કરોડ રુપિયા કરી દેવામાં આવ્યા છે. એટલે કે, સીધો 20 ટકા વધારો થયો છો. હજુ ટીમ પોતાના જે ખેલાડીઓને રિલીઝ કરશે. તેને આપવામાં આવનાર પૈસા પણ સીધી રીતે પર્સમાં જોડાય શકશે.
અત્યારસુધીની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સના પર્સમાં સૌથી વધારે પૈસા છે. ટીમની પાસે હજુ 9 કરોડ 90 લાખ રુપિયા છે. જો સૌથી ઓછા પૈસાની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સની ટીમ છે, ટીમે ઓક્શનમાં પોતાના ખેલાડીઓ પર દિલ ખોલીને પૈસા ઉડાવ્યા હતા. આ કારણે ટીમ પાસે માત્ર 20 લાખ રુપિયા છે. એટલા માટે આ વખતે ટીમે કેટલાક મોંઘા કિંમતી ખેલાડીઓને રિલીઝ કરવા પડશે. ત્યારે તેના પર્સમાં પૈસા આવશે.
તમામ ટીમને જો 120 કરોડ રુપિયા ખર્ચ કરવા માટે મળે છે. તો તેમાં સૌથી પહેલા રિટેન કરનાર ખેલાડીઓની કિંમત ધટાડવામાં આવશે. માની લો કે કોઈ ટીમે એક ખેલાડીને રિટેન કર્યો છે અને તેની કિંમત 20 કરોડ રુપિયા નક્કી કરવામાં આવી છે. તો જ્યારે ટીમ ઓક્શના મેદાનમાં જશે તો નવા ખેલાડી ખરીદવા માટે તેની પાસે માત્ર 100 કરોડ રુપિયા હશે.