
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 વનડે મેચની સીરિઝ હજુ 1-1ની બરાબરી પર છે. ભારતીય ટીમે પહેલી વનડેમાં 17 રનથી જીત મેળવી હતી. તો સાઉથ આફ્રિકાની ટીમે બીજી મેચમાં વાપસી કરી 4 વિકેટથી જીત મેળવી હતી. હવે સીરિઝનો નિર્ણય ત્રીજી અને છેલ્લી વનડે મેચમાં આવશે. જે 6 ડિસેમ્બરના રોજ વિશાખાપટ્ટનમમાં રમાશે. તો ચાલો જાણીએ આ મેચ કેટલા વાગ્યે શરુ થશે અને તમે આ મેચ ફ્રીમાં ક્યાં લાઈવ જોઈ શકશો.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચ 6 ડિસેમ્બરના રોજ વિશાખાપટ્ટનમના વાઈએસ રાજશેખર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમયઅનુસાર આ મેચ બપોરના 1:30 કલાકે શરુ થશે. આ મેચનો ટોસ અડધા કલાક પહેલા થશે. જે પણ ટીમ આ મેચ જીતશે. તે સીરિઝ 2-1થી પોતાના નામે કરી લેશે.બીજી વનડે મેચમાં બેટ્સમેને સારું પ્રદર્શ કર્યું હતુ પરંતુ બોલરોએ ખુબ નિરાશ કર્યા હતા. બંન્ને મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ હારી હતી.
ત્રીજી વન ડે મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર કરવામાં આવશે. આ સિવાય લાઈવ સ્ટ્રીમિંગ ક્રિકેટ ચાહકો જિયો હોટસ્ટાર એપ પર જોઈ શકશે. આ માટે ક્રિકેટ ચાહકોને પૈસા ખર્ચવાની જરુર નથી. તેમણે મોબાઈલમાં જિયો હોટસ્ટાર એપ ડાઉનલોડ કરવાની રહેશે.અહી ક્રિકેટ મેચ જોઈ શકશે. ચાહકો ડીડી સ્પોર્ટસ પર પણ મેચ લાઈવ જોઈ શકે છે.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે સિરીઝની છેલ્લી મેચ દરમિયાન વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. તે 2018 માં તેણે છેલ્લે જે સિદ્ધિ મેળવી હતી તે મેળવી કરી શકે છે. આ સિદ્ધિ મેળવવા માટે, તેને છેલ્લી મેચમાં મોટી ઇનિંગ્સ રમવાની જરૂર પડશે.
ભારતીય ટીમ જોઈએ તો. યશસ્વી જ્યસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી,ઋતુરાજ ગાયકવાડ, વોશિગ્ટન સુંદર,કે.એલ રાહુલ, રવિન્દ્ર જાડેજા,હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ,પ્રસિદ્ધ કૃષ્ણા, રિષભ પંત,નિતીશ કુમાર રેડ્ડી,ધ્રુવ જુરેલ, તિલક વર્મા