એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં આ વખતે ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યા બાદ BCCI દ્વારા ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પુરુષ ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ને સોંપવામાં આવી હતી જ્યારે મહિલા ટીમ કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ટીમ ઈન્ડિયા (Team India) તમામ ટીમોમાં સૌથી વધુ અનુભવી અને મજબૂત ટીમ છે એવામાં દરેકને ટીમના સારા પ્રદર્શન અને ગોલ્ડની અપેક્ષા છે.
ચીનના હાંગઝોઉમાં આ મહિને શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સમાં આ વખતે ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ભારતની મહિલા અને પુરૂષ ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે ભારતે પણ પોતાની ટીમોને આ ગેમ્સમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. જોકે, ભારતે તેની પુરૂષ ટીમમાં કોઈ સિનિયર ખેલાડીની પસંદગી કરી નથી. બીસીસીઆઈ (BCCI) એ યુવા સ્ટાર્સથી ભરેલી એક ટીમની પસંદગી કરી છે જેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને નિયુક્ત કરવામાં આવ્યો છે. મહિલા ટીમ પૂરી તાકાત સાથે ઉતરી રહી છે. ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે.
Cricket at the Hangzhou Asian Games 2023 will be held from September 27th to October 7th.
Here is the complete schedule pic.twitter.com/Fiele6NLTD
— CricTracker (@Cricketracker) September 13, 2023
એશિયન ગેમ્સમાં ક્રિકેટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ભારતની પુરૂષ ટીમે પોતાની પ્રથમ મેચ 3 ઓક્ટોબરે રમવાની છે. રેન્કિંગ મુજબ ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશે સીધી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ક્વાર્ટર ફાઈનલ પહેલા ગ્રુપ સ્ટેજ હશે. નવ ટીમોને ત્રણ-ત્રણ જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં નેપાળ, મંગોલિયા અને માલદીવ છે. ગ્રુપ Bમાં જાપાન, કંબોડિયા અને હોંગકોંગનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ Cમાં મલેશિયા, સિંગાપોર અને થાઈલેન્ડ છે. ટૂર્નામેન્ટની તમામ મેચો T20 ફોર્મેટમાં રમાશે.
આ પણ વાંચો : Asia Cup 2023: પોતાની જ ટીમના બે ખેલાડીઓના કારણે કેપ્ટન રોહિત શર્માના ફેન્સે લગાવ્યો ગંભીર આરોપ
ભારતની મહિલા ટીમ પણ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. કેપ્ટન હરમનપ્રીત કૌર ઈચ્છે છે કે તેની ટીમ પ્રથમ વખત આ ગેમ્સમાં મેડલ જીતે. મહિલા ક્રિકેટ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. મહિલા ટીમ પણ સીધી ક્વાર્ટર ફાઇનલમાં રમશે.