
ભારત અને આયરલેન્ડ વચ્ચે મેચ આજે એટલે કે, આજે 5 જૂનના રોજ રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપમાં આયરલેન્ડ વિરુદ્ધ મેચ રમી અભિયાનની રમત શરુ કરશે. તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમે વોર્મ અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને 60 રનથી હાર આપી છે.આજે બંન્ને ટીમ વચ્ચે મેચ ન્યુયોર્કના નસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ આયરલેન્ડ સામે મજબુત જોવા મળી રહી છે. પરંતુ આયરલેન્ડ એવી ટીમ છે જે ઉલટફેર કરવામાં માહિર છે.
આયરલેન્ડની કેપ્ટનશીપ પૉલ સ્ટર્લિંગ કરશે. તો રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન છે. આ મેચમાં ભારતની નજર જીત પર રહેશે.તમને જણાવી દઈએ કે, ટી 20 વર્લ્ડકપની આજે આઠમી મેચ ભારત અને આયરલેન્ડ વચ્ચે ન્યુયોર્કમાં રમાશે. આ મેચ ગ્રુપએની બીજી મેચ છે.ટી20 ઈન્ટરનેશનલમાં બંન્ને ટીમ વચ્ચે 7 મેચ રમાઈ છે. જે તમામ મેચ ભારતીય ટીમ જીતવામાં સફળ રહી છે. ટી20 વર્લ્ડકપમાં બંન્ને ટીમ વચ્ચે એક જ મેચ રમાઈ છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમને સફળતા મળી છે.
ભારત ફરી એક વખત આઈસીસીની ચેમ્પિયન બનવા માંગે છે અને આ વખતે જવાબદારી રોહિતના નેતૃત્વમાં ઉતરેલી અનુભવી ટીમ પર છે. આ વખતે ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓ પણ છે.
ભારત અને આયરલેન્ડની મેચ આજે 5 જૂનના રોજ રમાશે.
ભારત અને આયરલેન્ડની મેચ નસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમ ન્યુયોર્કમાં રમાશે.
ભારત અને આયરલેન્ડની મેચ રાત્રે 8 કલાકે શરુ થશે. તમે સ્ટાર સ્પોર્ટસ પર મેચ લાઈવ જોઈ શકશો. તેમજ ઓનલાઈન સ્ટ્રીમિંગ હોટ સ્ટાર પર જોવા મળશે.
રોહિત શર્મા (કેપ્ટન),વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ
આ પણ વાંચો : IND vs IRE:ભારતની પ્રથમ વર્લ્ડ કપ મેચમાં હવામાન કેવું રહેશે, શું વરસાદ રમત બગાડશે?