T20 World Cup માટે મહેન્દ્રસિંહ ધોનીની એવી તો શું જરુર જણાઈ કે ટીમ ઈન્ડીયામાં BCCIએ બોલાવવો પડ્યો, આ છે રાઝની વાત

|

Sep 09, 2021 | 7:42 PM

T20 World Cup 2021: વિશ્વ કપ માટે ભારતીય ટીમનું એલાન કરતા બીસીસીઆઈ તરફથી એ વાતની સ્પષ્ટતા નહોતી કરવામાં આવી કે ધોનીને કેમ મેંટોર બનાવવામાં આવ્યો છે.

T20 World Cup માટે મહેન્દ્રસિંહ ધોનીની એવી તો શું જરુર જણાઈ કે ટીમ ઈન્ડીયામાં BCCIએ બોલાવવો પડ્યો, આ છે રાઝની વાત
MS Dhoni

Follow us on

મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) સાથે પાછો ફર્યો. પરંતુ એક ખેલાડી તરીકે નહીં પરંતુ માર્ગદર્શક તરીકે આવ્યા. BCCIએ બુધવારે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને 2021 T20 વર્લ્ડ કપ (2021 T20 World Cup) માટે ભારતની 15 સભ્યોની ટીમના માર્ગદર્શક તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું.

 

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

40 વર્ષીય ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ભારત માટે છેલ્લી મેચ 2019 વર્લ્ડકપ સેમીફાઈનલમાં રમી હતી, જેમાં ટીમ ન્યૂઝીલેન્ડ સામે હારી હતી. પરંતુ હવે પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે ધોનીને ટીમ ઈન્ડિયા સાથે કેમ લાવવામાં આવ્યો છે, જ્યારે ટીમ ઈન્ડિયા પાસે રવિ શાસ્ત્રી, વિક્રમ રાઠોડ, ભરત અરુણ, આર શ્રીધરના રૂપમાં સપોર્ટ સ્ટાફની મોટી ફોજ છે.

 

BCCIના સચિવ જય શાહે કહ્યું કે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની T20 વિશ્વકપ માટે ટીમના મેન્ટોર હશે. મેં દુબઈમાં ધોની સાથે વાત કરી હતી. તેણે ફ્કત વિશ્વકપ T20 માટે મેન્ટર બનવા પર સહમતિ આપી હતી. મેં અમારા બધા સાથીઓને આ અંગે વાત કરી અને બધા તેની પર સહમત હતા. કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે વાત કરી અને બધા સહમત થયા હતા.

 

 

ICC ટ્રોફી જીતવાના અનુભવને લઈ ધોનીની એન્ટ્રી

એવું માનવામાં આવે છે કે મર્યાદિત ઓવરના ક્રિકેટ માટે અસરકારક રણનીતિ ઘડવાના તેમના અનુભવને ધ્યાનમાં રાખીને ધોનીની આ ભૂમિકા માટે પસંદગી કરવામાં આવી છે. તે જાણે છે કે મહત્વની એવી આઈસીસી ટુર્નામેન્ટ જીતવાની યોજના કેવી રીતે બનાવવી. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે પ્રથમ અને એકમાત્ર વખત T20 વર્લ્ડ કપ જીત્યો. તે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાંનો એક છે.

 

તેના નેતૃત્વમાં ભારતે બે વર્લ્ડ કપ ટાઈટલ જીત્યા છે – 2007 આફ્રિકામાં T20 વર્લ્ડ કપ અને 2011માં ભારતમાં વનડે વર્લ્ડ કપ. 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. આ રીતે તેને આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાનો અનુભવ છે.

 

વિરાટ કોહલી હજુ સુધી આઈસીસી ટુર્નામેન્ટમાં ટીમ માટે કોઈ ટ્રોફી જીતી શક્યો નથી. તેમની કેપ્ટન્સી હેઠળ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી (2017), વર્લ્ડ કપ (2019) અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (2021) રમી છે પરંતુ ટ્રોફી દૂર જ રહી છે.

 

આ પણ વાંચોઃ India’s T20 World Cup Squad: આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને હજૂ 5 જ મહિના થયા અને 4 મેચ રમી શિખર ધવનને પછાડી વિશ્વકપ રમશે આ નસીબદાર ખેલાડી

 

આ પણ વાંચોઃ Sabarkantha: વેક્સિનેશનમાં ગોલમાલ! મૃતને પણ રસીકરણ અને એક જ વ્યક્તિને 4 ડોઝ રસી, આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરુ કર્યો

Next Article